Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની એક સપ્તાહમાં જાહેરાતની શક્યતા, દિલ્હીમાં મળી બેઠક

GUJARAT BJP : તાજેતરમાં દિલ્હી ખાતે ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સંગઠન મંત્રી બી. એલ. સંતોષ વચ્ચે બેઠક યોજાઇ હતી
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની એક સપ્તાહમાં જાહેરાતની શક્યતા  દિલ્હીમાં મળી બેઠક
Advertisement
  • ગુજરાત ભાજપને નવા સુકાની મળી શકે છે
  • દિલ્હી ખાતે ગુજરાતના પ્રભારી અને સંગઠન મંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
  • લાંબા સમયની આતુરતાનો એક જ સપ્તાહમાં અંત આવવાની શક્યતા

GUJARAT BJP : ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન (GUJARAT STATE BJP)ને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યને ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં નવા અધ્યક્ષ (GUJARAT BJP PRESIDENT) મળી શકે છે. તાજેતરમાં દિલ્હી ખાતે પ્રદેશ પ્રભારી અને સંગઠન મંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સંગઠનના બદલાવને લઇને યોજાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આગામી એક સપ્તાહમાં ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવ આવવાની શક્યતાઓ હાલ જણાઇ રહી છે.

સંગઠનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી હાલ કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) નિભાવી રહ્યા છે. તેમના કાર્યકાળને પાંચ વર્ષ વિતી ગયા છે. લોકસભાની ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપના સંગઠનમાં નવા ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે, ત્યારથી લઇને આજદિન સુધી અટકળોનું બજાર ગરમ રહ્યું છે. આ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતને નવા અધ્યક્ષ મળી શકે છે.

Advertisement

જિલ્લા સ્તરે સંગઠનમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નીમણુંકો કરાશે

તાજેતરમાં દિલ્હી ખાતે ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને સંગઠન મંત્રી બી. એલ. સંતોષ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ સંગઠનમાં બદલાવને લઇને મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ જિલ્લા સ્તરે સંગઠનમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નીમણુંકો કરવામાં આવશે. આ પદાધિકારીઓ માટે આગામી સમયમાં યોજાનાર પાલિકાની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરવાની મોટી જવાબદારી હશે.

Advertisement

આ પણ વાંચો ---- Malegaon Blast Case: મોહન ભાગવતની ધરપકડ કરવાના આદેશો હતા... તપાસ કરનારા ભૂતપૂર્વ ATS અધિકારીનો દાવો

Tags :
Advertisement

.

×