ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Budget : દાદાના ઐતિહાસિક બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રવાસન અને પર્યાવરણ વિભાગને મળશે નવી ઉડાન...

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ (Gujarat Budget) રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે....
01:21 PM Feb 02, 2024 IST | Dhruv Parmar
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ (Gujarat Budget) રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે....

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ (Gujarat Budget) રજૂ કર્યું હતું, જેમાં વર્ષ 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાનું બજેટ (Gujarat Budget) સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કરી રહ્યા છે. આજે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. આ વખતનું બજેટ (Gujarat Budget) ઐતિહાસિક છે, આ વખતે 3,32,465 કરોડનું બજેટ (Gujarat Budget) રજૂ થઇ રહ્યુ છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ સાત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ ₹2421 કરોડની જોગવાઈ

પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 2098 કરોડની જોગવાઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઇ
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઇ

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં 82%ના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજયની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે.

આ પણ વાંચો : Budget 2024 : ભૂતાન માટે નિર્મલાએ ખોલી તિજોરી, માલદીવને ફરી ઝટકો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhupendra PatelGujarat BudgetGujarat Budget 2024gujarat cmGUJARAT FINANCE MINISTER KANU DESAIGujarat-AssemblyGujarat-Budget-2024-25-Budget-2024gujarati news todaykanubhai desaiગુજરાત-બજેટ-2024
Next Article