ગુજરાત Congress એ 2027ની ચૂંટણીનું બ્યુંગલ ફુંક્યું : ખડગેના નેતૃત્વમાં પ્રશિક્ષણ શિબિર
- ગુજરાત Congress નો 2027 માટે સંગઠન સૃજન અભિયાન: ખડગેનું કાર્યકર્તાઓને પ્રશિક્ષણ
- 2027ની ચૂંટણી માટે કોંગ્રેસનું બ્યુંગલ : ખેડૂત, યુવા અને ભ્રષ્ટાચારના મુદ્દે લડાઈ
- શક્તિસિંહ ગોહિલનો હુંકાર : સેવા દ્વારા લોકોનો વિશ્વાસ જીતશે કોંગ્રેસ
- જૂનાગઢમાં Congress નું પ્રશિક્ષણ શિબિર : 41 પ્રમુખો સાથે 2027ની રણનીતિ
- ગુજરાતમાં કોંગ્રેસનો નવો અધ્યાય : ખડગે અને ગોહિલનું 2027 માટે આહ્વાન
જૂનાગઢ : ગુજરાત કોંગ્રેસે ( Congress ) આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓનું બ્યુંગલ ફુંકી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જૂનાગઢમાં યોજાયેલા એક પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધન કરીને પક્ષની રણનીતિ અને લોકો સુધી પહોંચવાના મુદ્દાઓની વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ શિબિરમાં ગુજરાતના 41 જિલ્લા અને મહાનગર પ્રમુખોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું, જેમાં 2027ની ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવા અને લોકોનો વિશ્વાસ જીતવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સેવાના માધ્યમથી લોકોનો વિશ્વાસ જીતીશું- શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસ ખેડૂતો, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને યુવાનોના મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે. અમે સત્તા માટે નહીં પરંતુ સેવાના માધ્યમથી લોકોનો વિશ્વાસ જીતવા માટે કાર્ય કરીશું. કાર્યકર્તાઓની વચ્ચે જઈને અમે લોકોના પ્રશ્નોને ઉજાગર કરીશું અને તેમનો વિશ્વાસ મેળવીશું.”
આ પ્રશિક્ષણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને ગ્રાસરૂટ સ્તરે મજબૂત કરવાનો હતો. ખડગેએ કાર્યકર્તાઓને સંગઠનાત્મક કૌશલ્યો, જનસંપર્ક અને સ્થાનિક મુદ્દાઓને ઉજાગર કરવાની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ગુજરાતની જનતા ભાજપના શાસનથી ત્રસ્ત છે. ખેડૂતોની આવક, યુવાનોની બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર અમે લોકોની વચ્ચે જઈશું અને તેમના હક માટે લડીશું.”
Congress નો “સંગઠન સૃજન અભિયાન”
આ શિબિરમાં કોંગ્રેસે “સંગઠન સૃજન અભિયાન” હેઠળ પારદર્શક અને સમાવેશી નેતૃત્વ પસંદગીની પ્રક્રિયા પર પણ ભાર મૂક્યો છે. નવનિયુક્ત 41 જિલ્લા અને મહાનગર પ્રમુખોને આ શિબિરમાં સંગઠનને બૂથ સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધી મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો અને “મિશન 2027” હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં પ્રવાસની યોજનાઓ પણ ચર્ચાઈ, જેનો હેતુ પક્ષના કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક મુદ્દાઓને ઉજાગર કરવાનો છે.
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, “ગુજરાતની જનતાએ આઝાદીના આંદોલનમાં રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું હતું. હવે પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને લઈને નવી લડાઈનું નેતૃત્વ કરશે. અમે ખેડૂતોની સમસ્યાઓ, યુવાનોની બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે લોકોનો અવાજ બનીશું.”
આ પણ વાંચો- Rajkot : 12 વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, કરી આ ખાસ વિનંતી!


