ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Guajrat Congress : કડી-વિસાવદર પેટા ચૂંટણી પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું!

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
04:26 PM Jun 23, 2025 IST | Vipul Sen
કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
Shaktisingh_gujarat_first
  1. પેટાચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભૂકંપ (Guajrat Congress)
  2. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
  3. શૈલેષ પરમારને હાલ પૂરતી સોંપાઇ જવાબદારી
  4. અમે ડર્યા વિના લડ્યાં, ધાર્યું પરિણામ ન મળ્યું : શક્તિસિંહ

રાજ્યમાં આજે મહેસાણા જિલ્લાની (Mehsana) કડી વિધાનસભા અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ બંને બેઠક પર કોંગ્રેસ પાર્ટીનાં ઉમેદવારોની કારમી હાર થઈ છે. આ પેટા ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાંથી (Gujarat Congress) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યમાં કોંગ્રેસની કમાન સંભાળનાર શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) હવે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

આ પણ વાંચો - Gopal Italia : ગોપાલ ઈટાલિયાની ચેતવણી! સભામાં કહ્યું- કિરીટ પટેલની ગુલામી કરનારા..!

અમે ડર્યા વિના લડ્યાં, ધાર્યું પરિણામ ન મળ્યું : શક્તિસિંહ

કડી (Kadi) અને વિસાવદર (Visavadar) પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર બાદ મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી જાણીતા નેતા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, અમે ડર્યા વિના લડ્યાં, પરંતુ ધાર્યું પરિણામ ન મળ્યું. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, છેલ્લા 30 વર્ષ સુધી સત્તા ન હોવા છતાં અમે લડ્યાં. તેમણે જણાવ્યું કે, થોડાક દિવસ પહેલા જ પ્રમુખપદ છોડવા અંગે હાઈકમાન્ડને જાણ કરી હતી.

આ પણ વાંચો - કડીમાં ભાજપની ભવ્ય જીત મુદ્દે નીતિન પટેલે કહ્યું - વિશ્વાસ હતો અને ભવિષ્ય માટે પણ છે

અગાઉથી જ પ્રમુખપદ છોડવા અંગે જાણ કરી હતી : શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) જણાવ્યું કે, જિલ્લા પ્રમુખ માટે નામ વિચારણા માટે મને બોલાવવામાં આવ્યો હતો. મેં હાઇકમાન્ડનો નિર્ણય આખરી ગણ્યો હતો. પક્ષ અનુકૂળતા મુજબ ચાલવો જોઈએ. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી સર્જન સંગઠન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સંગઠન બદલવા માટેની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી છે. હવે દર 3 મહિને રિવ્યૂ કરવામાં આવશે. દિલ્હી તેમ જ અમદાવાદથી રિવ્યૂ કરવામાં આવશે. માહિતી છે કે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલનાં રાજીનામા બાદ દાણીલીમડાનાં ધારાસભ્ય શૈલેષ પરમારને (Shailesh Parmar) હાલ પૂરતી જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat AAP: ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે - આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી

Tags :
big BreakingGuajrat CongressGUJARAT FIRST NEWSJunagadhKadi Assembly by-EelectionMehsanarahul-gandhiShailaish ParmarShaktisinh GohilTop Gujarati NewsVisavadar Assembly by-Eelection
Next Article