Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત સાયબર સેન્ટરે આણ્યો 'The Ghost'નો અંત, ગુજરાતની મેગા સાયબર વિજય

ગુજરાતે ઝડપી  પાડ્યો The Ghost :  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે રાજ્યના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (Cyber Center of Excellence)એ વિશ્વના સૌથી ખતરનાક સાયબર સ્લેવરી નેટવર્કના માસ્ટરમાઇન્ડ “ધ ગોસ્ટ” નામથી વિખ્યાત નીલ પુરોહિતને ઝડપી પાડ્યો છે. આણંદ જિલ્લાનો રહેવાસી નીલ પુરોહિત એરપોર્ટ પરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત સાયબર સેન્ટરે આણ્યો  the ghost નો અંત  ગુજરાતની મેગા સાયબર વિજય
Advertisement
  • The Ghost પકડાયો! ગુજરાત સાયબર સેન્ટરે 500થી વધારે યુવાનોને ગુલામ બનાવનાર નીલ પુરોહિતને ઝડપ્યો
  • હર્ષ સંઘવીએ જાહેર કર્યું : વિશ્વનો સૌથી ખતરનાક સાયબર સ્લેવરી કિંગપિન નીલ પુરોહિત ઝડપાયો
  • મ્યાનમાર-કંબોડિયાના કેકે પાર્કનો માલિક પકડાયો : ગુજરાતે ‘ધ ગોસ્ટ’ને એરપોર્ટ પરથી ઝડપ્યો
  • 500 કરોડનું સાયબર સેન્ટર થકી નીલ પુરોહિતની ધરપકડથી ધરતીકંપ
  • પાકિસ્તાન-ચીન HR સાથે જોડાયેલો ‘ધ ગોસ્ટ’ પકડાયો : ગુજરાતની મેગા સાયબર વિજય

ગુજરાતે ઝડપી  પાડ્યો The Ghost :  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે રાજ્યના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (Cyber Center of Excellence)એ વિશ્વના સૌથી ખતરનાક સાયબર સ્લેવરી નેટવર્કના માસ્ટરમાઇન્ડ “ધ ગોસ્ટ” નામથી વિખ્યાત નીલ પુરોહિતને ઝડપી પાડ્યો છે. આણંદ જિલ્લાનો રહેવાસી નીલ પુરોહિત એરપોર્ટ પરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, “આ એક નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું સૌથી મોટું સાયબર સ્લેવરી નેટવર્ક છે. નીલ પુરોહિત માત્ર ભારતનો ગુનેગાર નથી, પરંતુ દક્ષિણ એશિયા અને આફ્રિકાના દેશોના હજારો યુવાનોને સાયબર ગુલામીમાં ધકેલનાર આ મુખ્ય કડી હતો. ગુજરાતે 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી બનાવેલું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ આજે વિશ્વનું સૌથી અદ્યતન સેન્ટર બની ગયું છે, અને આ કામગીરી તેની સફળતાનું જીવંત ઉદાહરણ છે.”

Advertisement

Advertisement

નીલ પુરોહિતના નેટવર્કની ભયાનકતા શું છે

  • 500થી વધુ ભારતીય યુવાનોને મ્યાનમારના કેકે પાર્ક, કંબોડિયા, થાઇલેન્ડ, વિયેતનામ અને દુબઈમાં સાયબર ફ્રોડ કેમ્પોમાં ગુલામ બનાવ્યા
  • ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના નાગરિકોને પણ ભોગ બનાવ્યા
  • દરેક વ્યક્તિ પાછળ 3 લાખ રૂપિયા કમિશન લઈને ટિકિટ, એરપોર્ટ પિકઅપથી લઈને બોર્ડર ક્રોસ કરાવવા સુધીની સુવિધા આપતો
  • 126થી વધુ સબ-એજન્ટ ભારતમાં સક્રિય
  • 30થી વધુ પાકિસ્તાની હેન્ડલર્સ અને 100થી વધુ ચીની HR કંપનીઓ સાથે સીધો સંપર્ક
  • કંબોડિયામાં એકલામાં 1000 યુવાનોની માંગ કરી હતી
  • ભારતીય ટેલિકોમ કંપનીનું કોઈ સિમ વાપરતો નહીં, કોઈ તેને ઓળખતું પણ નહીં – સંપૂર્ણ ગુપ્ત જીવન

હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે,“આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિદેશમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીય યુવાનોને પરત લાવવાની કામગીરી ચાલી રહી હતી. તપાસમાં વારંવાર ‘ધ ગોસ્ટ’ નામ સામે આવતું હતું. અમારી ટીમે તેના પેટા એજન્ટો પર વોચ રાખી, ટેકનિકલ એનાલિસિસ કર્યું અને આખરે આ ભૂતને પકડી પાડવામાં આવ્યો છે.”

આ કેસમાં અત્યાર સુધીમાં અનેક સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ લોકો પર કડક કાર્યવાહી ચાલુ છે. મંત્રીએ ગુજરાતની આ સાયબર ટીમને વિશ્વની ટોચની ટીમ ગણાવી અને કહ્યું કે, “આજે ગુજરાત માત્ર ભારતનું નહીં, વિશ્વનું સાયબર સુરક્ષાનું કેન્દ્ર બની રહ્યું છે.”

આ પણ વાંચો- Ahmedabad : સાબરમતી જેલમાં ATSએ સોંપેલા આતંકી અહેમદને મર્ડરના આરોપીઓએ માર્યો માર

Tags :
Advertisement

.

×