નિશ્ચિત વય નિવૃત્તિના માહોલ વચ્ચે રાજ્ય પોલીસ વડા Vikas Sahay ને કેમ એક્સટેન્શન અપાયું ?
ગુજરાત પોલીસમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી IPS અધિકારીઓની બદલીને લઈને અનેક વખત ચર્ચાઓ ઉઠી છે. મહિનાઓથી રાહ જોઈ રહેલાં કેટલાંક IPS અધિકારીઓ બદલીના વિલંબને લઈને હતાશ થઈ ગયા છે તો કેટલાંક વિવાદાસ્પદ IPS વિલંબનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. આજે 30 જૂનના રોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વય નિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે એક જ ચર્ચા હતી કે, DGP Vikas Sahay ને એક્સટેન્શન મળશે કે Gujarat Police ને નવા ડીજીપી ? સોમવારે સવારથી જોવા મળતા માહોલ અનુસાર એક તબક્કે વિકાસ સહાયની વિદાય નિશ્ચિત થઈ ગઈ હતી અને કાર્યકારી ડીજી તરીકે નામોની સંભાવનાઓ વ્યક્ત થવા લાગી હતી. સહાયનો વિદાય સમારંભ યોજાવા જઈ રહ્યો હતો તેની થોડીક મિનિટો અગાઉ તેમના કાર્યકાળમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના ચોથા એવા કાયમી ડીજીપી છે કે, જેમને સરકારે એક્સટેન્શન આપ્યું છે.
IPS વિકાસ સહાયને લઈને સૌથી મોટા સમાચાર
છ મહિના સુધી વિકાસ સહાયને અપાયું એક્સટેન્શન@dgpgujarat #Gujarat #Gandhinagar #Extension #DGP #VikasSahay #Extension #GujaratPolice #GujaratFirst pic.twitter.com/NyztloL7MS— Gujarat First (@GujaratFirst) June 30, 2025
સસ્પેન્સ માટે જાણીતી છે સરકાર
ભાજપ સરકાર (BJP Government) સસ્પેન્સ માટે હંમેશા જાણીતી રહી છે. અધિકારીઓની બદલી/બઢતી હોય કે પછી મંત્રી મંડળ/સંગઠનમાં ફેરફારના અનેક અનુમાનો આ સરકારે ખોટા ઠેરવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે તેના અનુમાનો લગાવનારા માધ્યમોને બબ્બે વખત ફટકો મારી ચૂકી છે. 'જો અને તો' ની વચ્ચે આ વખતે પણ સરકારે ચોંકાવનારો નિર્ણય લીધો છે. હાલમાં ચાલતી ચર્ચાઓમાં એક વાત ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી હતી. બીજી વાતમાં સરકાર સિનિયર આઈપીએસ અધિકારીને કાર્યકારી DGP Gujarat બનાવે. વિકાસ સહાયના વિદાય સમારંભની ગાંધીનગર પોલીસ ભવન ખાતે રવિવારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અને મંડપ બંધાઈ ગયો હતો. વિકાસ સહાયના વિદાય સમારંભની તમામ તૈયારીઓ બપોર સુધીમાં પૂર્ણ કરી દેવાઈ હતી. મોડી સાંજ સુધી સરકારે ડીજીપીને લઈને કોઈ નિર્ણય લીધો ન હતો. આ તમામ વાતોની વચ્ચે Vikas Sahay ને કેન્દ્ર સરકારે રાતે 6 માસનું એક્સટેન્શન આપતા ગુજરાત સરકારે હુકમ કરતા અનેક તર્ક વિતર્કો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.
DGP સહાયને મળવા મનોજ અગ્રવાલ ના આવ્યા
વય નિવૃત્ત થઈ રહેલાં વિકાસ સહાય આજે બપોરે બારેક વાગે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul Gandhinagar) ખાતે પહોંચ્યા હતા. વિકાસ સહાયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની મુલાકાત લીધી હતી અને બંને વચ્ચે પંદરેક મિનિટ ઔપચારિક વાતો થઈ હતી. ત્યારબાદ સહાય ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) ખાતે પરત ફર્યા હતા. બપોરે 3 કલાકે Vikas Sahay રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. પોલીસ ભવન ખાતે યોજાયેલી હાઈ ટીમાં અમદાવાદ-ગા્ંધીનગના લગભગ તમામ IPS અધિકારી હાજર હતા, પરંતુ એક માત્ર મનોજ અગ્રવાલ પોલીસ ભવનમાં ફરક્યા ન હતા.
આ પણ વાંચોઃ Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો
કેમ Vikas Sahay ને અપાયું એક્સટેન્શન ?
ભાજપ સરકાર વર્ષ 1991ની બેચના મનોજ અગ્રવાલને કાર્યકારી પોલીસ વડા બનાવવા માગતી નથી. રાજકોટના કમિશનકાંડમાં આરોપ લાગ્યા બાદ ફેબ્રુઆરી 2022માં CP Rajkot Manoj Agarwal ની જુનાગઢ PTC ખાતે બદલી કરાઈ ત્યારથી તેઓ સાઈડ લાઈન છે. મનોજ અગ્રવાલને Incharge DGP ના બનાવવા પડે તે હેતુથી રાજ્ય સરકારે Vikas Sahay ના ડીજી તરીકેના કાર્યકાળમાં 6 મહિનાનો વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર દિલ્હીથી એક્સટેન્શનની લીલીઝંડી મળતા રાજ્ય સરકારે રાતે હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે DGP Vikas Sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું ?
ખંડવાવાલાથી એક્સટેન્શનની શરૂઆત
Gujarat Police માં સૌ પ્રથમ વખત ડીજીપી તરીકે એક્સટેન્શન મેળવનાર અધિકારી શબ્બીર ખંડવાવાલા (Shabbir Khandwawala) હતા. વય નિવૃત્તિ સમયે ખંડવાવાલાને વર્ષ 2010માં ત્રણ માસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના મહામારી દરમિયાન શિવાનંદ ઝા (Shivanand Jha) ને ત્રણ માસનું એક્સટેન્શન અપાયું હતું. છેલ્લે Gujarat HoPF આશિષ ભાટિયા (Ashish Bhatia) ને સરકારે બે તબક્કામાં 10 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં કાર્યકારી ડીજી P P Pandey ને 3 માસનું એક્સટેન્શન અપાયું હતું. જો કે, મામલો સુપ્રીમ કોર્ટમાં જતાં તેમને અધવચ્ચેથી જ DGP નું પદ છોડવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad Rath Yatra : અમદાવાદની રથયાત્રામાં 22 કરોડનો ખર્ચ, સૌથી મોટી રકમ ક્યાં ખર્ચાય છે ?


