Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MONSOON : રાજ્યમાં મેઘમહેરના જુના રેકોર્ડ તુટ્યા, જળાશયો છલકાયા

MONSOON : ભાવનગરના મહુવામાં વરસાદે 56 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1969 બાદ પ્રથમ વખત જૂનમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે
monsoon   રાજ્યમાં મેઘમહેરના જુના રેકોર્ડ તુટ્યા  જળાશયો છલકાયા
Advertisement
  • રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું
  • સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
  • વરસાદને પગલે ડેમોમાં નવા નીરની આવક થઇ છે, જેનાથી ધરતીપુત્રો ખુશખુશાલ છે

MONSOON : રાજ્ય સરકારના હવામાન વિભાગે (WEATHER DEPARTMENT) આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી (RAIN FORECAST) કરી છે. આજે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ (RED ALERT - MONSOON) જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત (SOUTH GUJARAT) અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વનસારી, ડાંગ, વલસાદ, ગીર સોમનાથ, અને જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે અનુસાર 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. બીજી તરફ પોરબંદર, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં એરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

1969 માં મહુુવામાં 193 મીમી વરસાદ નોંધાયો હતો

સુત્રોએ જણાવ્યું કે, ભાવનગરના મહુવામાં વરસાદે 56 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1969 બાદ પ્રથમ વખત જૂનમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવામાં ગતરોજ 225 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લે 1969 માં મહુુવામાં 193 મીમી વરસાદ નોંધાયો હતો. કંડલામાં પણ 53 વર્ષમાં ત્રીજી વખત જુનમાં વધુ વરસાદ નોંધાયો છે. કંડલામાં 1971 માં 170.8 મીમી, વર્ષ 2015 માં 185 મીમી અને ગતરોજ 114.0 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement

2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો

બીજી તરફ ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ડાંગના સુબીરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડામાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. વઘઇ અને આહવામાં વિતેલા બે કલાકમાં 1 - 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુબીરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવણ, વઘઇમાં સવારથી જ 2 - 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેશોદ, કોડિનાર, તલાળા, વાલોડ અને નીઝરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. વિતેલા 2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Advertisement

ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર પર રોક

હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્ર નગર શહેરનો ધોળીધજા ડેમ ઓવર ફ્લો થયો છે. ડેમનું પાણી ભોગાવો નદીમાં છોડવામાં આવ્યું છે. આ સાથે આર્ટસ કોલેજ સામેનો પુલ અને જિલ્લા પંચાયત પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સતર્ક બન્યું છે. અને જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.

પુલ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા

સુત્રોએ ઉમેર્યું કે, બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદમાં રસ્તા ધોવાયા છે. ભારે વરસાદને પગલે રામાઘાટ ડેમ ઓવલ ફ્લો થયો છે. આ પરિસ્થિતીમાં ઘેલો નદી પર આવેલો પુલ બિસ્માર થયો છે. પુલ પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. ભડલીના ઝાંપે, સામાકાંઠા, ઢસા તેમજ મંદિર જવાનો રસ્તો ધોવાયો છે. તાત્કાલિક પુલના રસ્તાનું સમારકામ કરવામાં આવે તેની સ્થાનિકો દ્વારા માંગ મુકવામાં આવી છે.

મચ્છુ ડેમમાં પાણીની આવક 13,425 ક્યુસેક નોંધાઇ છે

આ સાથે જ મોરબીમાં ધોધમાર વરસાદ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ ત્રણ ડેમના ત્રણ દરવાજા પાંચ ફૂટ માટે ખોલવામાં આવ્યા છે. મચ્છુ ડેમમાં પાણીની આવક 13,425 ક્યુસેક નોંધાઇ છે. અને જાવક 13,425 નોંધાઇ છે. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોર, ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, મેધપર, ગામને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

રણમલપુર, અંજાર, ઘણાંદ ગામ સંપર્ક વિહોણા બન્યા

તથા મોરબીના હળવદમાં ધોધમાર વરસાદને પગલે હળવદથી રણમલપુર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ઘણાંદ પાસે ખારી નદી બે કાંઠે થતા સંપર્ક તુટ્યો છે. રણમલપુર, અંજાર, ઘણાંદ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ભાર વરસાદના કારણે પાણની આવકમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો ---- Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર

Tags :
Advertisement

.

×