Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટ ઈમ્પેક્ટ : ઇડર APMCમાં મામાકાઓની ભરતી રદ, જાણો શું છે આખો મામલો

ચેરમેન અને ડિરેક્ટરોએ નિયમોને નેવે મૂકી 12 ઉમેદવારોની કરી હતી બારોબાર ભરતી
ગુજરાત ફર્સ્ટ ઈમ્પેક્ટ   ઇડર apmcમાં મામાકાઓની ભરતી રદ  જાણો શું છે આખો મામલો
Advertisement
  • ઇડર APMC માં મામાકાઓ ની ભરતી રદ કરવાનો કરાયો હુકમ
  • ચેરમેન અને ડિરેક્ટરોએ નિયમોને નેવે મૂકી 12 ઉમેદવારોની કરી હતી ભરતી
  • જિલ્લા રજીસ્ટારની તપાસનો અહેવાલ ધ્યાને લેવાયો
  • 12 મામકાઓને નિયમ વિરૂધ્ધ ભરતી કરી નોકરીના ઓર્ડર આપ્યા હતા
  • ભરતી કરાયેલ 12 કર્મીઓ પૈકી ૫ કર્મીઓ ડીરેક્ટરના નજીકના સબંધી
  • ચેરમેનની પુત્રી તેમજ સેક્રેટરીના પુત્રની પણ ભરતી કરી દેવાઈ હતી

ઇડર : ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઈમ્પેક્ટના પરિણામ સ્વરૂપે સાંબરકાંઠા જિલ્લાના ઈડરની ખેતીવાડી ઉત્પન્ન સમીતિમાં ( APMC ) સગા-વ્હાલાઓની કરવામાં આવેલી ભરતી રદ થઈ છે. સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ષોથી અડીંગો જમાવી વહીવટ કરતા કેટલાક સહકારી અગ્રણીઓ સહકારી સંસ્થાઓને પોતાની જાગીર સમજીને મનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે.

થોડાક સમય અગાઉ ઈડર ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતીના ચેરમેન અને કેટલાક હોદ્દેદારોએ 12 કર્મચારીઓની ભરતી કરવા માટે નામ માત્રની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જોકે, ભરતીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો આવે નહીં કે અન્ય બેરોજગાર ઉમેદવારોને અંધારામાં રાખવા માટે અરજી મંગાવ્યા બાદ ઈડરથી દૂર ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. તે પછી ઈડર અને જાદર માર્કેટયાર્ડમાં બારોબાર નોકરી આપી દેવામાં આવી હતી. આ અંગે એક પૂર્વે ડિરેકટરે ભરતી પ્રક્રિયા ખોટી હોવાનું માની જિલ્લા રજીસ્ટાર સહિત ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયામકને જરૂરી દસ્તાવેજો સાથે કરેલી રજૂઆત કરી હતી. તે સમયે ગુજરાત ફર્સ્ટે પણ ખોટી રીતે ભરતી થઈ હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ પછી બુધવારે વડાપ્રધાનના જન્મદિવસે ઈડર એપીએમસી ભરતી પ્રક્રિયાને રદ કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો- Gondal : ગોંડલ યાર્ડનાં ચેરમેન અને BJP નેતા અલ્પેશ ઢોલરીયાએ વૃદ્ધ દંપતીને દત્તક લીધું

Advertisement

સમીતિના ચેરમેને સગાવ્હાલાઓની કરી પસંદગી!

ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતિના ચેરમેન અશોક પટેલ તથા અન્ય ડિરેકટરોએ પોતાના મામકા(સગાવ્હાલા)ઓને લાયકાત ન હોવા છતાં ઈડર અને સબયાર્ડ તરીકે ઓળખાતા જાદર માર્કેટયાર્ડમાં કર્મચારીઓની જરૂરીયાત હોવાના બહાને ડિરેકટરોએ નામ માત્રનો ઠરાવ કર્યા બાદ એક દૈનિક પત્રમાં જાહેરાત છપાવી દીધી હતી. તે પછી આ મામકાઓ પાસેથી અરજીઓ પણ મંગાવી દેવામાં આવી હતી. તે પછી અન્ય કોઈને ખબર ન પડે તે રીતે ઈડર કે સાબરકાંઠાના કોઈ પણ સ્થળે નહી પણ મહેસાણામાં એક સ્થળે મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તરત જ આ 12 મામકાઓને નિમણૂંકપત્રો આપીને ઈડર તથા જાદરમાં હાજર કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહી પણ કાયદાની છટકબારી શોધીને નોકરનો પ્રોબેશન પિરીયડ પૂર્ણ થયા વિના તેમને કાયમી કરવાની હિલચાલ કરી દીધી હતી.

હોદ્દાનો દુર૫યોગ કર્યો હોવાના આક્ષેપ

તો બીજી તરફ ઈડર માર્કેટયાર્ડમાં આ ભરતીનો વિરોધ કરીને પૂર્વે ડિરેકટર હેમંત પટેલ અને વર્તમાન ડિરેકટર કિરીટ પટેલે ભરતી મામલે વિરોધ કર્યો હતો. એટલુ જ નહી પણ આ સહકારી સંસ્થામાં કર્મચારીઓની જરૂરીયાત ન હોવા છતાં ચેરમેન, ડિરેકટર અને સેક્રેટરીએ પોતાના સગાઓને નોકરી અપાવવા માટે હોદ્દાનો દુર૫યોગ કર્યો હોવાના આક્ષેપ સાથે થોડાક મહિના અગાઉ જિલ્લા અને રાજ્ય રજીસ્ટાર સહિત અન્ય સંલગ્ન વિભાગોમાં લેખિત પુરાવા સાથે રજૂઆત કરી હતી. અને તે મામલે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સહકારી માળખામાં ચર્ચા એરણે ચઢી હતી.

ત્યારબાદ ગુજરાત રાજ્ય ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરના નિયામક એચ.આર.પટેલે ઈડર એપીએમસીમાં થયેલી ભરતી મામલે જરૂરી દસ્તાવેજો અને ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963 હેઠળ તથા બજાર ધારાની કલમ 23 અને 26 થી મળેલી સત્તાની રૂએ આ ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો હોવાનું માની સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરવાનો હૂકમ કર્યા છે જેથી જિલ્લાના સહકારી રાજકારણમાં ગુરૂવારે આ વિવાદ અંગે તરેહતરેહની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ઈડર એપીએમસીના ચેરમેન અને ડિરેકટરો ભરતીને સાચી ઠરાવવા માટે હવે શું કરશે તે સમય બતાવશે.

સાબરકાંઠા : અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો- Vadodara: શિક્ષકને ફરિયાદ કરી તો હાથમાં પહેરેલું કડું મારી દીધું | Gujarat First

Tags :
Advertisement

.

×