Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, ગાંધીનગરના મેયર અને અમદાવાદના ધારાસભ્ય જોડાયા
- ગુજરાતના પ્રથમ મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા હતા આનંદીબેન પટેલ
- મેટ્રોમાં મુસાફરી કરતા ચૂંટાયેલા પ્રતિનિધીએ કહ્યું, જ્યાં નજર જાય ત્યાં વિકાસ નજરે પડે છે
- સરકારી યોજનાના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
Poshan Prerit Conclave : 24 વર્ષ પહેલાનું એક ગુજરાત કેવું હતું, તે પરિસ્થિતીઓ કેવી હતી, 24 વર્ષ પહેલા નારીઓનું સન્માન કેવું હતું, તેમની આત્મનિર્ભરતા કેટલી હતી, તે બધી વાતો રાજ્યમાં Gujarat First દ્વારા આયોજિત પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવામાં (Poshan Prerit Gujarat Conclave) કરવામાં આવી છે. આપણે પોષણ પ્રેરિત ગુજરાતની વાત કરી રહ્યા છીએ. આ આયોજન ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે. આજે મહિલાઓ પણ મેટ્રોની ગતિએ આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદીનુ (PM Narendra Modi) વિઝન હતું, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું (CM Bhupendra Patel) મિશન હતું, જેની આજે હજારો લોકોની મહેનત આજે રંગ લાવી છે. ગુજરાત ફર્સ્ટના પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવમાં (Poshan Prerit Conclave – Gujarat First) ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ (MiraBen Patel – Mayor, Gandhinagar) અને અમદાવાદના અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા (Asarwa - BJP MLA DarshnaBen Vaghela) ઉપસ્થિત રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા મહિલાઓને સ્થાન આપ્યું : મેયર મીરાબેન પટેલ
આ તકે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે, સૌ પ્રથમ હું ગુજરાત ફર્સ્ટ ચેલને ખુબ ખુબ અભિનંદન આપું છું, તેમણે આટલો સારો વિચાર અને પ્રયાસ કર્યો છે. મહિલા પહેલાના જમાનામાં ચાર દિવાલોમાં જ રહીને તેનું શોષણ થતું હતું. ખરેખર તો ઘરનો મોભી મહિલા છે. મહિલા વગરનું ઘર મકાન જેવું ગણાય છે. મકાનને ઘર બનાવવાની જવાબદારી મહિલા ઉઠાવે છે. મોદી સાહેબે મહિલાઓના વિકાસ પર ભાર મુક્યો છે. દિકરીના જન્મથી લઇને તેના મૃત્યુ સુધી અલગ અલગ યોજનાઓનું આયોજન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે, સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા મહિલાઓને સ્થાન આપ્યું છે. મહિલાઓ દેશમાં આગળ આવે, દેશના પ્રથમ નાગરિક મહિલા છે, દેશનું બજેટ પણ મહિલા જ નક્કી કરે છે. આ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ કરી શકે છે.
Gujarat First Conclave 2025: વડાપ્રધાન મોદીની રાષ્ટ્રસેવાના સળંગ 24 વર્ષ અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે પોષણ પ્રેરિત ગુજરાત કૉન્ક્લેવ-2025 । Gujarat First@CMOGuj @Bhupendrapbjp @PMOIndia @WCDGujarat @narendramodi @BhanubenMLA @RanjitIAS @InfoGujarat @MeeraPatelMayor… pic.twitter.com/gg9RVDds71
— Gujarat First (@GujaratFirst) October 11, 2025
'મહિલા અને બાળ વિકાસ વિભાગના પહેલા મંત્રી આનંદીબહેન પટેલ હતા'
અમદાવાદના અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, વર્ષ 2000 માં નરેન્દ્રભાઇ મોદીની સરકાર બની ત્યારે આ (મહિલા અને બાળ વિકાસ મંત્રાલય) ની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં અલગ બજેટ ફાળવવામાં આવ્યું હતું. અને તેના કારણે અલગ અલગ યોજનાઓ સ્વરૂપમાં આવી અને અમલમાં મુકી હતી. આ વિભાગના પહેલા મંત્રી આનંદીબહેન પટેલ હતા. તે સમયે હું અમદાવાદમાં સક્રિય રીતે કામ કરતી હતી. તે મારૂ સૌભાગ્યા હતું. આ વિભાગે જે કોઇ યોજનાઓ બનાવી છે, બજેટ આવ્યું છે, તેના અનુસંધાને મહિલા અને બાળકોના સારા માટે સરકારે તે સમયથી જ કામ શરૂ કર્યું છે.
'ચારે બાજુ મેટ્રોમાંથી વિકાસ જ વિકાસ નજરે પડે છે'
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે, અત્યારે મેટ્રોમાં છીએ, ત્યારે સરસ અને આનંદદાયક અનુભવ થઇ રહ્યો છે. વિકાસ સપ્તાહની આપણે ઉજવણી કરી રહ્યા છે. આપણી દાદાની સરકાર ખુબ ઝડપથી વિકાસના કામો કરી રહી છે. મહિલા, બાળક અને યુવાનો માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે ચારે બાજુ મેટ્રોમાંથી વિકાસ જ વિકાસ નજરે પડે છે.
'છેવાડાના માનવી સુધી લાભ મળી રહે તેવા પ્રયત્નો કરાય છે'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે વડાપ્રધાન મોદી સાહેબની દિર્ધદ્ગષ્ટિ છે. આજની કિશોરી આવતી કાલે સંસારિક જીવનમાં માતા બનશે. તેની માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો તેમને લાભ મળે છે. દિકરી જે બાળકને જન્મ આપશે, તે તંદૂરસ્ત હશે, દેશના ભવિષ્યની ચિંતા નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી છે. આને છેવાડાના માનવી સુધી લાભ મળી રહે, અધિકારીઓ અને આંગણવાડી દ્વારા, પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે મોદી સરકારને ખુબ ખુબ અભિનંદન આપીશ. સરકાર આવતી કાલનું વિચારીને કામ કરી રહી છે.
'મોદી સાહેબને હ્રદયથી અભિનંદન' : મેયર મીરાબેન પટેલ
તેમણે ઉમેર્યું કે, અત્યારે હાલમાં મેટ્રો ચાલી રહી છે. મારા માટે ખુબ જ સારી બાબત છે. મારા મેયરકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું છે. હું તેમની સાથે જ પહેલી વખત મેટ્રોમાં બેઠી હતી. તે મારા માટે જીવનનો યાદગાર પળ રહેશે. અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સીટી માટે મેટ્રો ખુબ અગત્યની છે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકો મેટ્રોનો સારી રીતે લાભ લઇ રહ્યા છે. સચિવાલયમાં મેટ્રો પહોંચી છે, અંદર સુધી મેટ્રો પહોંચી છે, તે માટે મોદી સાહેબને હ્રદયથી અભિનંદન આપીશ.
'દિકરીઓમાં હાલ પાતળા દેખાવવાની ફેશન છે' : MLA દર્શનાબેન વાઘેલા
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ કહ્યું કે, મીરાબેન અને હું મહિલા છીએ. મહિલાઓનો વિકાસ થાય તેમાં અમને આનંદ થાય છે. ગુજરાત સરકાર મહિલાઓને પુરુષોના સમકક્ષ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેના કારણે આજે મહિલાઓની વાત કરીશ, અને કિશોરીઓની વાત કરીશ. કિશોરીઓ માટે સરકારે, કિશોરીઓમાં વિટામીન, લોહતત્વની ખામી હોય છે, તે માટે સરકારે યોજના બનાવી છે, તેમને એક વખત આંગણવાડીમાં બોલાવવામાં આવે છે, તેમના ટેસ્ટ કરાવવામાં આવે છે, અને હિમોગ્લોબીનની ખામી લાગે તો, ડોક્ટરોની ટીમ ઉપસ્થિત હોય છે. જે તેમને દવા આપે છે. દિકરીઓમાં હાલ પાતળા દેખાવવાની ફેશન છે, જેના કારણે તે ઘરનું ખાતી નથી, અને તેઓ બહારનું ખાવાનું ખાય છે. જેથી તેમનામાં જે કોઇ તત્વો અને વિટામીન હોવા જોઇએ, તેની ખામી જોવા મળે છે. જેથી તેમને ગોળીઓ આપવામાં આવે છે. તેનાથી દિકરીઓ સક્ષમ બને છે. લગ્ન બાદ દિકરી ગર્ભવતી થાય, ત્યારે તે બાળકને જન્મ આપી શકે તેવું સક્ષમ શરીર હશે, ત્યારે જ તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશે. તેની ચિંતા સરકારે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આની ચિંતા કરી રહ્યા છે. જેથી દિકરીઓ અને બાળકો વિકાસની સાથે સાથે તેમની પણ ચિંતા કરવામાં આવી છે.
'પ્રિમિક્સમાંથી બાળકોને ગરમ નાશ્તો બનાવીને ખવડાવવામાં આવે છે'
તેમણે વધુમાં જણાવ્યું કે, હમણાં સરકારની દૂધ સંજીવની યોજના છે, તે ખૂબ સરસ યોજના છે. અને હું જ્યારે મારા વિસ્તારમાં યોજનાના લોન્ચીંગમાં ગઇ હતી. તેમાં મને ખૂબ ગમ્યું કે, બાળકોને તમે સામાન્ય રીતે દૂધ પીવાની વાત કરો તો, તેઓ આનાકાની કરતા હોય છે, પરંતુ તેમને ફ્લેવર વાળું દૂધ આપીએ છીએ, તો તમે જુઓ, તો આંગણવાડીમાં દૂધ પીવા માટે બાળકો સામેથી આવે છે. દૂધ પીવાથી તેમનામાં તાકાત આવે છે, અને બાળકો તંદૂરસ્ત થાય છે. મારા વિસ્તારમાં જઇને આંગણવાડીમાં વાત કરી, તો જાણ્યું કે, આંગણવાડીમાં કેટલાક બાળકો તો એવા છે કે, જે ફરી દૂધ માંગે છે. ખરેખર આ સરકારની દૂધ સંજીવની યોજના બાળકો માટે અગત્યની યોજના છે. પ્રિમિક્સમાંથી બાળકોને ગરમ નાશ્તો બનાવીને ખવડાવવામાં આવે છે. આજે બાળકો ખુશ થઇને આંગણવાડીમાં જાય છે, અને તેમને ગરમ નાશ્તો પણ મને છે. હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. બાળકોને પોષણ મળી રહ્યું છે. અને તેમનો વિકાસ થઇ રહ્યો છે. તેમની સંખ્યા વધી રહી છે. આ સરકારે બાળકો અને મહિલાઓનો જે વિચાર કર્યો છે. જેથી હું મહિલા ધારાસભ્ય તરીકે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરું છું.
'વિદ્યાર્થીઓ, કર્મચારીઓ માટે ખુબ સારી વાત છે'
તેમણે ઉમેર્યું કે, આજે મને મેટ્રોમાં બેસીને ખુબ આનંદ થયો છે. આપણા શહેરો મેટ્રો સીટી થઇ રહ્યા છે. ટ્રાફીકની મોટી સમસ્યા છે. ગાંધીનગર થી અમદાવાદ જવાનો રસ્તો છે, તેમાં 15 મિનિટમાં પહોંચી શકીએ તો સારી વાત છે. મેટ્રો આવવાથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સચિવાલયમાં આવતા કર્મચારીઓ માટે ખુબ સારી વાત છે.
ભાખરીના લોટમાં ઉમેરીને ખાઉં છું : યોજનાના લાભાર્થી
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા સરકારના પ્રયાસોથી થયેલા લાભ અંગે લાભાર્થી મહિલા પરમાર નિયતિબેન અરવિંદભાઇએ જણાવ્યું કે, હું પેથાપુરમાં રહું છું. અને પેથાપુરમાં આંગણવાડીની લાભાર્થી છું. મને દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણા શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે. જેમાંથી હું બિસ્કીટ અને કેક બનાવીને ખાઉં છું, જો મારી પાસે સમય ના હોય તો તેને ભાખરીના લોટમાં ઉમેરીને હું ખાઉં છું. મને પૂર્ણા શક્તિના પેકેટ ખુબ જ ભાવે છે, અને મને આંગણવાડીમાં જવું ખુબ ગમે છે. અન્ય લાભાર્થી કિશોરીએ જણાવ્યું કે, અમને ચોથા મંગળવારે આંગણવાડી જવાનું હોય છે, અમને વિવિધ એક્ટિવીટી પણ કરાવવામાં આવે છે. અમારા ટેસ્ટ, વજન, ઉંચાઇ પણ કરવામાં આવે છે.
'હું સરકારનો આભાર માનું છું'
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા અન્ય લાભાર્થી દિકરીએ વાત કરતા જણાવ્યું કે, મારૂ નામ નંદીની પટેલ છે, હું ઝૂંડાલ - 2 માંથી આવું છું. દર મંગળવારે પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવે છે. જેમાંથી અલગ અલગ વાનગી બનાવીને અમે આરોગીએ છીએ. સંતાનની માતાએ નબીદા મન્સુરીએ જણાવ્યું કે, હું પેથાપુરથી આવું છું. હું આંગણવાડી જોડે જોડાયેલું છે. દર મહિને મારી દિકરીનું વજન અને ઉંચાઇ કરવામાં આવે છે. મારી દિકરી સ્વસ્થ છે, મારી દિકરીને રસી પણ આપવામાં આવે છે. હું સરકારનો આભાર માનું છું.
'થેન્કયૂ વેરી મચ મોદી સાહેબ' : લાભાર્થી મહિલા
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા અન્ય મહિલાએ જણાવ્યું કે, હું બાળશક્તિની લાભાર્થી છું. મારૂ બાળક 7 માસથી લઇને 3 વર્ષ સુધીનું છે. મને દર મહિને આંગણવાડીમાંથી 7 પેકેટ મળે છે. જેનાથી હું મારા બાળકનો શારીરિક-માનસિક વિકાસ થઇ શકે તે માટે હું પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવું છું. સમય ના હોય તો દૂધમાં ઓગાળીને આપી દઉં છું. હું સરકારનો આભાર માનું છું, મારી તમામ લાભાર્થીઓને વિનંતી છે કે, તમે યોજનાઓનો લાભ લો, અને સરકારને પ્રોત્સાહન આપે, થેન્કયૂ વેરી મચ મોદી સાહેબ.
'માતૃશક્તિ પેકેટનો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ'
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા લાભાર્થી પ્રજાપતિ પલ્લવીબેને જણાવ્યું કે, હું સેક્ટર 4 ની આંગણવાડીથી માતૃશક્તિના પેકેટ મેળવું છું. અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવું છું. તેનાથી વજનમાં સારો એવો ફેરફાર થાય છે. આગળ જતા બાળકનો પણ સાર એવો વિકાસ થાય છે. લાભાર્થી આયુષી બેને જણાવ્યું કે, માતૃ શક્તિ પેકેટ ખુબ સારા હોય છે. પહેલા મને અશક્તિની સમસ્યા હતી. તે ખાવાથી મારી અશક્તિની સમસ્યા દુર થઇ છે. તેનો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ.
'દર મહિને લાભાર્થીઓ નિયમીત આવે છે'
ચાલુ મેટ્રો ટ્રેનમાં પોતાની વાત મુકતા આંગણવાડીના સુપરવાઇઝર નીલમ બહેને જણાવ્યું કે, મારી આંગણવાડીની લાભાર્થી મહિલાઓ ધાત્રી માતાઓ, મહિલાઓ અને કિશોરીઓ છે. દર મહિને તેઓ નિયમીત આવે છે. બધુ તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
'મેટ્રોની સવારી સુરક્ષિત'
મેટ્રોમાં મુસાફરી કરતી મહિલાએ જણાવ્યું કે, સરકારે મેટ્રોની સુવિધા કરી, તે સારી વાત છે, ટ્રાફિકનું સોલ્યુશન પણ આવી જાય છે. મારા બે વખત અકસ્માત થયા છે, મેટ્રોની સવારી સુરક્ષિત છે, અને ઓછા સમયમાં જ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવાય છે.
આ પણ વાંચો ----- Gujarat First ના પોષણ પ્રેરિત કોન્કલેવ, 'સરકારી યોજનાઓનો ઉપયોગ નહીં કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી'


