Gujarat First ના કોન્કલેવમાં સાંસદ શોભનાબેન બારૈયા સાથે ખાસ સંવાદ, સરકારી યોજનાઓ, મહિલાઓ-બાળકોનાં વિકાસ માટે કરી વાત
- મહિલાઓનાં ગર્ભમાં ભારતનાં ભવિષ્યનું ઘડતર થઇ રહ્યું છે - સાંસદ
- સરકારી યોજનાઓનાં કારણે આજે બાળકો સુપોષિત થઇ રહ્યા છે
- માતાઓ પોતાના બાળકને યાદ કરીને કીટ અનુસાર, ખોરાક બનાવી શકે
રાજ્ય સરકારની કન્યા કેળવણીથી શરૂ થયેલી સફર હવે સુપોષણ અભિયાન સુધી આવી પહોંચી છે. રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે કે, મહિલાઓનો વિકાસ થાય. આ તકે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કોન્કલેવમાં આજે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા જોડાયા હતા અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
• શૌચાલય અને ઉજ્જવલા યોજના મહત્વપૂર્ણ
શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, સૌથી પહેલા તો આ એક પોષણ સપ્તાહ ઉજવાઇ રહ્યો છે, જેનું તમે કેમ્પેઇન કરી રહ્યા છો તે બદલ અભિનંદન પાઠવું છું, જેનાથી મહિલાઓનાં જાણકારી મળશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત મહિલાઓની ચિંતા કરે છે. મહિલાઓ કોઇ પણ ક્ષેત્ર, સામાજિક, આર્થિક અને વ્યવસાહિક ક્ષેત્રે આગળ આવે તેના માટે તેમણે સતત ચિંતા કરી છે. તેમણે વડાપ્રધાન તરીકે પોતાનું પદ સંભાળ્યા બાદ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, પહેલા શૌચાલય અને પછી દિવાળી, તે બતાવે છે કે મહિલા સ્વસ્થ કેવી રીતે રહી શકે, મહિલાએ સમય અનુસાર સવાર-સાંજ બહાર જવું પડે, જેથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડે, શૌચાલય બનાવીને તેમના સ્વાસ્થમાં પણ સુધારો થયો. બીજું કામ તેમણે મહિલાઓને ઉજ્જવલા યોજના આપી, તેનાથી મહિલાઓનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.
• મહિલાઓ તમામ ક્ષેત્રે આગળ આવે : શોભનાબેન બારૈયા
શોભનાબેન બારૈયાએ કહ્યું કે, હવે આપણે જોઇએ છીએ કે, મહિલાઓનાં સશક્તિકરણ માટે મોદી સાહેબ અને ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે. તેમને ભણાવવાથી લઇને તેમના પોષણથી લઇને તેમની તમામ આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિતની તમામ ચિંતાઓ કરી રહી છે. મહિલાઓ કંઇ રીતે તમામ ક્ષેત્રે આગણ આવે, જાગૃત થાય, તે માટે વડાપ્રધાન અને રાજ્યનાં મુખ્યમંત્રી કાર્ય કરી રહ્યા છે. ત્યારે આજે પોષણ સપ્તાહ ઉજવાઇ રહ્યો છે. વડાપ્રધાનનો જન્મદિવસ પણ અનેકવિધ કાર્યક્રમો સાથે ઊજવાઈ રહ્યો છે. તેમણે સ્વસ્થ નારી, સશક્ત પરિવારનો પણ કોન્સેપ્ટ આપ્યો છે અને દરેકના પીએસસી સેન્ટર પર તે રીતે ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. સાથે જ મહિલા જ્યારે ગર્ભવતી હોય ત્યારથી લઇને બાળકને જન્મ આપવા સુધી, મહિલાઓનાં ગર્ભમાં ભારતનાં ભવિષ્યનું ઘડતર થઇ રહ્યું છે. તે ઘડતર કઇ રીતે દેશને સશક્ત નાગરિક આપી શકે, એક પોષણયુક્ત બાળક આપી શકે, તે માટે ગર્ભથી લઇને બાળકના જન્મ સુધી બાળકને પોષણ મળી રહે તે માટેની યોજનાઓ છે. મહિલાઓ આજે સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર થકી દેશમાં પોતાનું યોગદાન આપી રહી છે.
• ‘બાળકો અને કન્યાઓ હસતા હસતા શાળાએ આવતા થયા’
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્ચારે શિક્ષિકા હતી, ત્યારે બાળકોને પહેલા ધોરણમાં દાખલ કરવા માટે તે રડતા આવતું હતું. પરંતુ, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણીની શરૂઆત કરી હતી. તેનાથી બાળકો અને કન્યાઓ હસતા-હસતા શાળાએ આવતા થયા છે. તેમાં ખાસ કરીને જે દીકરીઓ છે, તેમના શિક્ષણ પાછળ હું શિક્ષિકા હતી, તે સમયે જેમ દીકરીઓ મોટી થાય, તેમ તેમનું ઘરનું કામ પણ વધતું હોય, મેં તેમની માતાઓને બોલાવીને, દીકરીઓને ભણતરની ખૂબ જરૂરત હોય છે. આપણે જ્યાં નોકરી કરતા ત્યાં માતા-પિતા ખેતમજૂરીએ જતા હોય, ત્યારે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે દીકરીઓને ભણાવવી જોઇએ. દીકરીઓને તેમની ઉંમર થાય પછી જ લગ્ન કરવા જોઇએ. કામની સાથે સાથે તેમનું ભણતર ના બગડે તેનું ધ્યાન રાખવું જોઇએ. તેમાં અમને સારૂ પરિણામ મળ્યું હતું. શાળામાં દીકરીઓની સંખ્યા નોંધનીય હતી. તે રીતે માતાઓ જાગૃત થઇ અને દીકરીઓને ભણવા મોકલતી હતી.
• ‘દીકરીને કઇ રીતે ભણાવીએ, આગળ વધારીએ તેની ચિંતા કરવી જોઇએ’
મારે સાંસદ બનવાનું થયું, ત્યારે જ્યારે મારે મહિલા સંમેલનમાં જવાનું થાય ત્યારે હું ખાસ કહેતી કે, આપણી ચિંતાની સાથે-સાથે દીકરીને કઇ રીતે ભણાવીએ, આગળ વધારીએ તેની ચિંતા કરવી જોઇએ. ખાસ કરીને ગામડા વિસ્તારની મહિલાઓ હોય તેને સમજાવીએ કે, શ્રદ્ધા રાખી શકીએ, અંધશ્રદ્ધા રાખી ના શકીએ. તેના કારણે કોઇ બાળક બીમાર પડી ના જાય તેનું ધ્યાન રાખીએ. આપણને આવા મુદ્દાઓ નાના લાગે, પરંતુ તેમાં સુધારા આવે, માતા બાળકનાં શિક્ષણ અને પોષણ માટે પ્રયત્નો કરે, સરકાર તો આપે જ છે. સરકાર દૂધ સંજીવની યોજના થકી દૂધ આપે છે. સાથે તેમના શિક્ષણમાં વધારો થાય, તેમનું માનસિક વિકાસ થાય છે. આવી યોજનાઓનાં કારણે આજે બાળકો સુપોષિત થઇ રહ્યા છે અને માતાઓ પણ જાગૃત થઇ છે.
• ‘ધાત્રી માતા, સગર્ભા માતાઓને બોલાવીને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે’
આંગણવાડી કેન્દ્રોમાં ધાત્રી માતા, સગર્ભા માતાઓનું નામાંકન થયું છે, તેમને બોલાવીને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. તેમને બોલાવીને કીટ આપવામાં આવે છે, તેમાંથી જુદી-જુદી વાનગીની ચોપડીઓ આપી છે. તેનાથી ખોરાક પ્રત્યેની રૂચી વધી છે. પ્રાયમરી લેવલનાં માતા–બાળકોને આયર્નની ગોળી પણ આપવામાં આવે છે. તેમને આયર્ન મળી રહે છે.
• બાળકને પોષણયુક્ત ખોરાક મળે તે માટે પણ યોજનાઓ
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળક ભણવા તો આવે, પરંતુ જો તેની સાથે પોષણયુક્ત ખોરાક ના મળે તો, બાળકનો વિકાસ અટકી જતો હોય છે. ટ્રાઇબલ વિસ્તારોમાં આ ખૂબ જરૂરી છે કે બાળકોને પોષણ મળી રહે. પહેલા આવી ચિંતા કરવામાં આવતી નહોતી. ફ્લેવર વાળું દુધ હોવાનાં કારણે બાળકને તેમાં રૂચિ થાય, મુખ્યમંત્રીની જે યોજનાઓ છે, તેમાં બાળકને સારૂ એવું પોષણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
• સરકારની યોજનાઓનો લાભ લેવા મહિલાઓને વિંનતી કરી
અંતમાં શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, મારી તમામ બહેનોને એક જ વિનંતી છે કે, સરકાર આપણા માટે ખૂબ ચિંતિત છે. આપણા સ્વાસ્થ્ય અને પરિવાર માટે ચિંતિત છે. સરકાર આપણને જે યોજનાઓ આપી રહી છે, તે આપણા માટે છે, તે યોજનાઓનો લાભ લઇએ, જે કોઇ ના જાણતું હોય તેને પણ આ યોજનાઓને લાભ અપાવીએ. સરકારની યોજનાઓની જાગૃતિ માટે પણ આંગણવાડીની બહેનો પ્રયત્નો કરતી હોય છે. સરકાર અનેક યોજનાઓ મહિલાઓ માટે લાવી રહી છે. તેમના સુધી આ યોજનાઓ પહોંચે, માતાઓ પોતાના બાળકને યાદ કરીને કીટ અનુસાર, ખોરાક બનાવીને આપે, તો આપણે ચોક્કસ પણે કહી શકીએ, કે વિકસિત ભારતનાં નિર્માણમાં મહિલાઓ અને તેમના સુપોષિત બાળકો થકી ચોક્કસ નિર્માણ કરી શકીએ.
આ પણ વાંચો ----- અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી, 1.11 કરોડ પોસ્ટકાર્ડથી PM મોદીનો 'જન આભાર'