Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First નું મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સાથે ખાસ સંવાદ

એક સમય હતો, જ્યારે મહિલાઓની ખૂબ અવગણના થતી હતી. ત્યારે આજે મહિલાઓ નિર્ણાયક ભૂમિકામાં આગળ આવી રહી છે - ભાનુબેન બાબરીયા
gujarat first નું મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સાથે ખાસ સંવાદ
Advertisement
  • Gujarat First દ્વારા મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’ નું આયોજન
  • રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા જોડાયા
  • PM મોદીનાં આત્મનિર્ભર મહિલા, લોકલ ફોર લોકલ, ‘ગંગા સ્વરૂપા બહેનો’, વિકસિક ભારત વિઝન અંગે કરી વાત

Poshan Prerit Gujarat Conclave : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 24 વર્ષનાં શાસનને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’ (Poshan Prerit Gujarat Conclave) નું આયોજન કરવામાં આવ્યું છે. 24 વર્ષ પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત, આજે મહિલાઓ આત્મનિર્ભર બની છે અને સ્વાભિમાનપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે. સરકારનાં પ્રયાસોથી આ શક્ય બન્યું છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી (PM Narendra Modi) છે, તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી ભાનુબેન બાબરિયા સંભાળી રહ્યા છે. કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારનાં નેતૃત્વમાં છેવાડાનાં માનવી સુધી વિકાસ કાર્યો પહોંચી રહ્યા છે. એક સમય હતો, જ્યારે મહિલાઓની ખૂબ અવગણના થતી હતી. ત્યારે આજે મહિલાઓ નિર્ણાયક ભૂમિકામાં આગળ આવી રહી છે. આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓનું સ્વાભિમાન જળવાઇ રહે છે, અને તેનું સન્માન વધી રહ્યું છે.

Poshan Prerit Gujarat Conclave

Advertisement

• ચાર વિષયો પર વિશેષ ભાર આપ્યો

Advertisement

‘નારી તું ના પીછે હઠ તેરી શક્તિ અપાર હૈ, નારી તું ના પીઠે હઠ મોદી કી સેના હજાર હૈ.’ ગુજરાત ફર્સ્ટનાં કોન્કલેવમાં મંચ પર ઉપસ્થિત રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ (Women And Child Welfare Minister Gujarat - Bhanuben Babariya) જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી લઇને આજદિન સુધી તેમણે બાળકો અને મહિલાઓની ખૂબ ચિંતા કરી છે, તે જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, પીએમ નરેન્દ્રભાઇ મોદીના ભાષણોમાં ચાર વિષયો પર વિશેષ ભાર અપાયો છે. મહિલા, યુવાનો, ગરીબ અને અન્નદાતા. જ્યારે એક મહિલા અને બાળ વિકાસના મંત્રી તરીકે હું સરકારમાં કામ કરું છું. ત્યારે પણ બહેનો માટે સરકારમાં ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

• મેળાઓમાં મહિલાઓએ સ્વદેશી વસ્તુઓ વેચી, 9 કરોડથી વધુનું વેચાણ થયું

ભાનુબહેને જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસ નિગમ તરફથી બહેનો પગભર થાય, સમાજમાં સારી રીતે માનભેર જીવન જીવી શકે, તે માટે સ્વાવલંબન માટે રૂ. 2 લાખની લોનનું ધિરાણ આપવામાં આવે છે. તેના પર સબસિડી આપવામાં આવે છે. આ લોન દ્વારા બહેન પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. ચીજ-વસ્તુઓનાં વેચાણ માટે મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ‘લોકલ ફોર વોકલ’ અભિયાન હેઠળ મહિલાઓ કપડાં, રાખડી બનાવે છે. આપણી સ્થાનિક વસ્તુઓનું વેચાણ વધે, મહિલાઓ દ્વારા જુદી-જુદી વસ્તુઓ બનાવી તેનું વેચાણ સારી રીતે કરી શકે તે માટે માધ્યમ આપવા મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રૂ. 200 (પ્રતિદીન) માં સ્ટોલ મળી રહે છે. વર્ષ 2022 પછી 2 હજારથી વધારે મહિલાઓએ આમાં ભાગ લીધો છે, જેમાં રૂ. 9 કરોડથી વધુનું વેચાણ થયું છે.

• મેળાઓમાં AC હોલની સુવિધા સાથે પ્લેટફોર્મ પૂરું પાડ્યું

તેમણે વધુમાં જણાવ્યું કે, હમણાં થોડા દિવસો પહેલા રક્ષાબંધનનો તહેવાર હતો. તે પહેલા અમે મહાત્મા મંદિરમાં ‘રાખી મેલા’ અને અન્ય ચીજ-વસ્તુઓનું વેચાણનું આયોજન કર્યું હતું. એસી હોલની સુવિધા સાથે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે રાજકોટમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યમાં ભાગ લીધો હતો.

• 17 લાખ ‘ગંગા સ્વરૂપા બહેનો’ મહિને રૂ. 1250 ની સહાય

ભાનુબેન બાબરિયાએ વધુમાં ઉમેર્યું કે, ગંગા સ્વરૂપા બહેનો છે, જ્યારે ઘરમાં સ્ત્રી વિધવા બને તો તેને જ ખબર પડે કે તેના પર કેટલી મોટી મુસીબત આવી પડે છે અને તેના બાળકો નાના હોય, ઘરની બહાર નીકળી ના હોય ત્યારે આવી બહેનોને મદદરૂપ થવા માટે ‘ગંગા સ્વરૂપા બહેનો’ ને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં 17 લાખ મહિલાઓ લાભ લઈ રહી છે.

• 2047 માં ભારત સંપુર્ણ વિકસિત બનશે

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે વિકાસ સપ્તાહ ઊજવી રહ્યા છીએ. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે ગુજરાતનો વિકાસ કર્યો, ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, તે સમયે ગુજરાત દેશમાં વિકાસનું મોડેલ હતું. તેઓ આજે દેશનાં વડાપ્રધાન બન્યા છે. સમગ્ર વિશ્વ નોંધ લઇ રહ્યું છે, તેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે. તેમણે સ્વદેશીની વાત કરી, દેશ તેને સ્વીકારે છે, તેમણે સ્વચ્છતાની વાત કરી, દેશ તેને સ્વીકારે છે. નરેન્દ્રભાઇ કહ્યું કે, હું એક ડગલું ચાલુ, અને દેશનો દરેક વ્યક્તિ વિકાસમાં એક ડગલું આગળ ચાલશે, તો દેશનો વિકાસ થશે. વર્ષ 2047 માં ભારત સંપૂર્ણ વિકસિત દેશ બને તે માટે ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નશીલ બની છે.

• સુપોષણ - સામાજિક મુવમેન્ટ

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ સુપોષિત બને તે માટે આંગણવાડીનાં માધ્યમથી મોટા આયોજનો થઇ રહ્યા છે. ‘પોષણ ઉત્સવ’ ચાલી રહ્યા છે, આંગણવાડીનાં માધ્યથી જે વાનગી આપવામાં આવે છે, શ્રી અન્નની વાનગી, સરગવો આપવામાં આવે છે. અમે આંગણવાડીનાં માધ્યમથી ત્રિવિધ વાનગીની સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં આંગણવાડીની સાથે સમાજની બહેનોને પણ જોડી. જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું, ત્યારે લાખોની સંખ્યામાં બહેનો અમારી જોડે જોડાયા. સુપોષણમાં સામાજિક મુવમેન્ટનાં ભાગરૂપે સૌએ કામ કરવું પડશે. જે બહેન પરણીને સાસરે જશે અને જ્યારે તે માતા બનશે ત્યારે તેનામાં કેવા પોષક તત્વો હોવા જોઇએ, તેની સમજ હોવી જરૂરી છે. સામાજિક મુવમેન્ટનાં ભાગરૂપે તમામ મહિલાઓએ ભાગ લીધો છે.

• રૂ. 473.93 કરોડની બજેટમાં જોગવાઇ

મંત્રી ભાનુબેન બાબરિયાએ ઉમેર્યું કે, વર્ષ 2022–23 માં અંદાજિત 6908 આંગણવાડી, તેડાઘર બહેનોની ભરતી કરવામાં આવી. વર્ષ 2023 – 24 માં 97 કાર્યકર અને બહેનોની પસંદગી કરવામાં આવી. આ વર્ષમાં આપણે 9 હજારથી વધુ બહેનોની પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે. વર્ષ 2024 – 26 માં 200 થી વધુ આંગણવાડીઓનાં બિનપરંપરાગત બાંધકામ સાથે રૂ. 473.93 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 1–1-2023 સુધી 1259 આંગણવાડીનાં ખાતમૂહુર્ત અને 2008 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

• અદ્યતન સુવિધા સાથે ત્રણ સ્વરૂપમાં આંગણવાડીનું નિર્માણ

તેમણે જણાવ્યું કે, સાથે-સાથે બિનપરંપરાગર આંગણવાડીમાં 1507 નાં બાંધકામનાં ટેન્કરની કાર્યવાહી ચાલુ છે, પરંપરાગત આંગણવાડીમાં માર્ચ-2026 સુધીમાં 704 આંગણવાડી કેન્દ્રોનાં ખાતમૂહુર્ત અને 1000 થી વધુનું લોકાર્પણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આંગણવાડીમાં અદ્યતન સુવિધા સાથે બાળકો રમી શકે, ભણી શકે, કિચન ગાર્ડન તેવા આયોજન કરાવામાં આવશે. અમે ત્રણ સ્વરૂપે આંગણવાડી બનાવી રહ્યા છીએ. જ્યાં જગ્યા હોય ત્યાં 600, 900, અને 1100 સ્કવેર ફૂટ પ્રમાણે બનાવવામાં આવશે. સાથે જ કિચન ગાર્ડનનું પણ વડાપ્રધાનનું વિઝન છે. જગ્યા હોય ત્યાં કિચન ગાર્ડન પણ બનાવીએ છીએ, જેમાં લિંબુ, સરગવો, અને ફળોનું ખાસ વાવેતર કરવામાં આવે છે.

• નરેન્દ્રભાઇએ ગામડે-ગામડે જઇ લોકોને કહ્યું- દીકરીને શિક્ષણ આપો : ભાનુબેન બાબરિયા

તેમણે ઉમેર્યું કે, જ્યારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે બાળકો, દીકરીઓ અને મહિલાઓની ખૂબ ચિંતા કરી છે. જે દીકરી ગર્ભમાં મૃત્યુ પામતી હતી, તેને બચાવવા માટે અનેક પ્રયાસ કરાયા છે. દીકરીને જન્મવાનો પૂરેપૂરો અધિકાર છે. દીકરી જન્મ્યા પછી તે તેનું શિક્ષણ પૂરુ કરે તે માટે પણ સરકાર પ્રયાસ કરી રહી છે. દેશમાં પહેલી વખત ‘બેટી બચાવો અને બેટી પઢાઓ’ નું આયોજન ગુજરાતમાં થયું હતું. નરેન્દ્રભાઇ ગામડે-ગામડે જઇ લોકોને કહ્યું કે, હું તમારી ઘરે ભિક્ષા માંગવા આવ્યો છું. મારે ભિક્ષામાં કંઇ નથી જોઇતું પરંતુ, તમે બાળકો અને દીકરીને શિક્ષણ આપો. એક વખત દીકરીને શાળામાં પ્રવેશ કરાવ્યા પછી અધવચ્ચે તેનું શિક્ષણ ના અટકે તે માટે દેશના વડાપ્રધાને ત્યારે બાળકોની ચિંતા કરી હતી, જેથી દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. માતા મૃત્યુ દરમાં પણ વિવિધ યોજનાઓ થકી ઘટાડો થયો છે. માતાની વાત આવે ત્યારે વડાપ્રધાને ‘એક પેડ દેશ કે નામ’ ની પહેલ કરી હતી. અમે આંગણવાડીનાં માધ્યમથી એક જ સમયે, સાથે મળીને બાળક અને તેની માતાની હાજરીમાં 5 વૃક્ષો વાવે તેવું આયોજન કર્યું હતું. આજે મને કહેતા ગર્વ થાય છે, અમે એક જ સમય ત્રણ લાખ વૃક્ષો વાવ્યા હતા. ચાલુ વર્ષમાં પણ અમે બે લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

• PM મોદીએ દીકરીઓને બચાવી, ભણાવવાની ચિંતા કરી : ભાનુબેન બાબરિયા

તેમણે જણાવ્યું કે, પહેલા એક સમય એવો હતો, સારા સાધનોનો દુરુપયોગ થતો હતો. ગર્ભમાં રહેલું બાળક દીકરી છે, તેવું ખબર પડે અને તેને ગર્ભમાં જ મારી નાંખવામાં આવતી હતી. તેને બચાવવાનું કાર્ય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું હતું. તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્ય કર્યું હતું. તેમણે દીકરીઓને ભણાવવાની ચિંતા કરી હતી. એક મહિલા પ્રતિનિધિ તરીકે અમને ખૂબ ગર્વ થાય છે.

• છેવાડાની બહેનોને લાભ મળે તેવું આયોજન

અંતમાં તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં સરકારની જુદી-જુદી યોજનાઓ છે, લાભાર્થીઓ છે, દીકરીઓ, માતા કે રોજગારી પામવા માટેની બહેનો હોય, રોજગારી પ્રાપ્ત કરી શકે, માનભેર જીવી શકે, તેનો છેવાડાની બહેનોને લાભ મળે તેવું આયોજન થઇ રહ્યું છે. દરેક બહેનો યોજનામાં સહભાગી થઇ રહી છે.

આ પણ વાંચો -----  મહેસાણામાં યોજાઈ Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને મજબૂતી

Tags :
Advertisement

.

×