Gujarat First Music Festival : સોમનાથ મંદિરના સાનિધ્યમાં Gujarat First નો સૌથી મોટો સંગીતોત્સવ
- સોમનાથ મંદિરના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટનો યોજાયો સંગીતોત્સવ (Gujarat First Music Festival)
- ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યુઝ ચેનલે શિવ વંદનાનું ભવ્ય આયોજન કર્યું છે
- આ કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા
Gir Somnath : વિશ્વપ્રસિદ્વ સોમનાથ મંદિરના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સંગીતોત્સવ (Gujarat First Music Festival) યોજાયો, ગુજરાત ફર્સ્ટ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ રાત્રિએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 'શિવ વંદના' નામના ભવ્ય સંગીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યુઝ ચેનલે શિવ વંદનાનું ભવ્ય આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Somnath Mahadev LIVE: શંભુ શરણે શિવ વંદના જુઓ Gujarat First પર LIVE | Shravan Maas 2025 https://t.co/WHRHpEUAVk
— Gujarat First (@GujaratFirst) August 10, 2025
ગુજરાતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
નોંધનીય છે કે વિશ્વ પ્રસિદ્વ સોમનાથ મંદિરના અહલાદક વાતવરણમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા શ્રાવણ માસના ત્રીજા સોમવારની પૂર્વ રાત્રિએ, 10 ઓગસ્ટ 2025ના રોજ, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 'શિવ વંદના' નામનો ભવ્ય સંગીતોત્સવ (Gujarat First Music Festival) યોજાયો. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના પ્રવાસન, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, તાલાળા ગીરના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા.
લોક ગાયકની જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
આ સંગીતોત્સવનું મુખ્ય આકર્ષણ યુવા લોક ગાયક રાજ ગઢવી અને મયુર દવેની જુગલબંધી જોવા મળી હતી, જેમણે સોમનાથમાં પ્રથમવાર એકસાથે શિવ ભજન, ભક્તિ ગીતો, સ્તવન અને લોકગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમનું ગુજરાત ફર્સ્ટ ચેનલ પર રાત્રે 9 વાગ્યે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું, જેને હજારો દર્શકોએ નિહાળ્યું.આ ઉપરાંત, શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભગવાન શિવના દર્શન અને જળાભિષેક માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી, જેનાથી મંદિર પરિસર ભક્તિમય બન્યું.શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.


