Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : બે અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત, અમદાવાદ-ભાવનગર હાઈવે અને કચ્છ ભચાઉમાં હાહાકાર

Gujarat : ગુજરાતમાં પ્રતિદિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો રાજ્યમાં વધુ બે ગોજારા અકસ્માતોના કારણે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદ-ભાવનગર હાઈવે પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત તો કચ્છના ભચાઉ પાસે થયેલા એક અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ ઓન ધ સ્પોટ મોત થઈ ગયા છે
gujarat   બે અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત  અમદાવાદ ભાવનગર હાઈવે અને કચ્છ ભચાઉમાં હાહાકાર
Advertisement
  • Gujarat માં બે ભયાનક અકસ્માતો : અમદાવાદ-ભાવનગર હાઈવે અને ભચાઉમાં પાંચના મોત
  • કચ્છ અને અમદાવાદમાં અકસ્માતનો કહેર : પાંચ લોકોના મોત, પોલીસ તપાસ શરૂ
  • અમદાવાદ-ભાવનગર હાઈવે પર ટક્કર : ત્રણના ઘટનાસ્થળે મોત, બે ગંભીર
  • ગુજરાતના હાઈવે પર અકસ્માતનો આતંક : ભચાઉ અને ભાવનગરમાં પાંચ જીવ ગયા
  • રોડ સલામતી પર પ્રશ્ન : ગુજરાતના બે અકસ્માતોમાં પાંચના મોત, પરિવારોમાં શોક

ગુજરાતમાં ( Gujarat ) રોડ સલામતી પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે, જ્યાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. એક અકસ્માત અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર થયો, જ્યાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. બીજો અકસ્માત કચ્છના ભચાઉ નજીક થયો, જેમાં કારમાં સફર કરતા બે વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનાઓએ પરિવારોમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે અને માર્ગ સલામતી અંગે જાગૃતિની જરૂરિયાત વધારી છે.

Advertisement

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ વચ્ચે આજે સવારે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત થયા, જ્યારે બે ગંભીર ઘાયલોને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

બીજી ઘટના કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સફર કરતા બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે વધુ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતુ. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણોનું મૂલ્યાંકન કરી રહી છે.

આ બંને અકસ્માતોએ ફરી એકવાર રોડ સલામતી અને વાહન ચાલકોની જવાબદારી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અને ટ્રાફિક વિભાગ ડ્રાઇવરોને વારંવાર ઝડપી વાહન ચલાવવા, સીટબેલ્ટનો ઉપયોગ અને રોડના નિયમોનું પાલન કરવા અપીલ કરવા સહિત દંડિત કરતી રહે છે. સરકારે આવી ઘટનાઓને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે, જેથી વધુ પરિવારોને આવો દુ:ખદ આઘાત ન સહન કરવો પડે.

આ પણ વાંચો- Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદ, જામનગર-ભાવનગર-વડોદરા-સુરતના ખેડૂતોની ચિંતામાં વધારો

Tags :
Advertisement

.

×