રાજ્યના 33 માં મુખ્ય સચિવ બન્યા IAS મનોજ કુમાર દાસ
- આજે રાજ્ય સરકારના વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થયા
- રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર દાસએ ચાર્જ સંભાળ્યો
- પંકજ જોશીને એક્સ્ટેન્શન મળવાની અટકળો હતી, પરંતુ તે હકીકત ના બની શકી
Gujarat New Chief Secretory - Manoj Kumar Das IAS : ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટું પરિવર્તન કરતાં વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી (Pankaj Joshi Retirement) ને Extension નહી આપતા તેઓ આજે 31 ઓક્ટોબર, 2025ના રોજ રિટાયર્ડ થયા છે. તેમના સ્થાને, 1990 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસ (Manoj Kumar Das IAS - Chief Secretary) એ રાજ્યના નવા 33 માં મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે ચાર્જ સંભાળ્યો છે. જવાબદારીના અંતિમ દિવસે પંજક જોશીએ પોતાની કેબિનમાં મનોજ કુમાર દાસનું સ્વાગત કર્યું છે, અને તેમને ગુલદસ્તો આપીને અભિવાદન કર્યું છે.
ટિમ વર્ક પર સંપૂર્ણ ફોકસ
આ તકે મનોજ કુમાર દાસએ (Gujarat New Chief Secretory - Manoj Das IAS) જણાવ્યું કે, મારા માટે અહોભાગ્યની વાત છે કે, મને મુખ્ય સચિવ તરીકેની જવાબદારી મળી છે. પુરા વિશ્વમાં ગુજરાત આજે ગ્રોથ એન્જિન છે. ઘણા બધા સેક્ટરમાં ગુજરાત મોખરે છે, જ્યાં પણ કંઇક કમી હશે, તેને દૂર કરીશું, વહીવટી પ્રક્રિયા વધુ સરળ બને તે માટે પ્રયાસ કરીશું, મારૂ સંપૂર્ણ ફોકસ ટિમ વર્કનું રહેશે.
નવા મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ- Manoj Kumar Das Take Charge
મનોજ કુમાર દાસ (Manoj Kumar Das IAS) અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે ફરજ બજાવતા હતા. અને ગૃહ વિભાગની પણ વધારાની જવાબદારી પણ સંભાળતા હતા. ગુજરાત કેડરના આ અનુભવી અધિકારીએ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયમાં મહેસૂલ, પોર્ટ્સ અને પરિવહન જેવા વિવિધ મહત્વના વિભાગોમાં કાર્યકુશળતા પૂર્વક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. તેમની નિવૃત્તિ 31 ડિસેમ્બર, 2026ના રોજ થવાની છે, જેના કારણે તેઓ આ સર્વોચ્ચ પદ માટે સિનિયોરિટી અને લાંબા કાર્યકાળના આધારે સૌથી અગ્રણી ઉમેદવાર ગણાતા હતા.
નિમણૂકનું મહત્વ (New Chief Secretary Gujarat)
વહીવટી વર્તુળોમાં મનોજ કુમાર દાસને કાર્યકુશળ અને નિર્ણયાત્મક અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેમના નેતૃત્વમાં રાજ્યના મહેસૂલ અને બંદર વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
પંકજ જોશીની નિવૃત્તિ – Pankaj Joshi Retirement
અગાઉ, પંકજ જોશી (1989 બેચ) જાન્યુઆરી 2025થી મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. તેમણે પણ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી નિભાવી હતી અને રાજ્યની વિકાસ યોજનાઓમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને વધારાની મુદત (એક્સટેન્શન) આપવાની અટકળો વચ્ચે, હકીહતમાં પરિણમી શકી ન્હતી,
વહીવટી પરિવર્તન – Administrative Shift Gujarat
આ નિમણૂક આગામી નાણાકીય વર્ષની બજેટ તૈયારીઓ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. રાજ્યના વહીવટી વડા તરીકે મનોજ કુમાર દાસે આજથી ચાર્જ સંભાળી લીધો છે.
આ પણ વાંચો ----- Saradar Patel : સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના સંઘર્ષો


