Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, લગ્નની નોંધણી માટે ફરજિયાત કર્યું આ સર્ટિફિકેટ

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં લગ્ન નોંધણી માટે ફરજિયાત થેલેસેમિયાનું સર્ટિફિકેટ આપવું જરૂરી બન્યું છે. આ નિર્ણય રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આગામી રાજ્ય સરકાર આ અંગે મોટા નિર્ણયો લેવા જશે....
ગુજરાત સરકારનો મોટો નિર્ણય  લગ્નની નોંધણી માટે ફરજિયાત કર્યું આ સર્ટિફિકેટ
Advertisement

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં લગ્ન નોંધણી માટે ફરજિયાત થેલેસેમિયાનું સર્ટિફિકેટ આપવું જરૂરી બન્યું છે. આ નિર્ણય રાજ્યમાં થેલેસેમિયાને વધતો અટકાવવા કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આગામી રાજ્ય સરકાર આ અંગે મોટા નિર્ણયો લેવા જશે. લગ્નની નોંધણી કરવા થેલેસેમિયાનું સર્ટિ આપવું એ ફરજિયાત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં લગ્ન નોંધણી વખતે પતિ-પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું પડશે.

Advertisement

થેલેસેમિયા શું છે?

Advertisement

તમને જણાવી દઈએ કે, થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. તો બીજીતરફ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. જેના કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નથી મળતો અને અવયવોની કાર્ય કરવાની ક્ષમતા પર તેની અસર પડે છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ભોજન લઈએ છીએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રવિવારનો કાર્યક્રમ આવ્યો સામે, જાણો ક્યાં ક્યાં જશે બાબા

Tags :
Advertisement

.

×