Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OLYMPIC ના સ્વપ્ન વચ્ચે રાજ્ય સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર

OLYMPIC : કેઝેડ - 3 ઝોનને પડકાર્યો છે. તેમનું કહેવું છે કે, મૂળ જમીન માલિકોની જમીન ફેરબદલ કરવાથી ભવિષ્ટમાં ખેડૂતોને નુકશાની વેઠવી પડશે
olympic ના સ્વપ્ન વચ્ચે રાજ્ય સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર
Advertisement
  • ઓલિમ્પિક મળવાની આશા વચ્ચે સરકારને પડકાર
  • ગોધાવી ગામના ખેડૂતો ઝોન ફેર સામે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા
  • આ મામલે આગામી સપ્તાહે કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે

OLYMPIC : ગુજરાત સરકાર (GUJARAT GOVERNMENT) દ્વારા OLYMPIC  - 2036 ને લઇને દાવેદારી કરવામાં આવી છે. OLYMPIC ને આંગણે યોજવા માટે સરકાર આતુર છે. આ વચ્ચે ગોધાવી ગામના ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટ (GUJARAT HIGHCOURT) નું શરણું લીધું છે. ગોધાવી ગામના ખેડૂતો દ્વારા કેઝેડ - 3 ને પડકારવામાં આવ્યો છે. ઝોન જાહેર થવાના કારણે ખેડૂતોનો ભારે હાલાકી પડતી હોવાની કોર્ટમાં રજુઆત કરી હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે આગામી સપ્તાહમાં સુનવણી હાથ ધરવામાં આવનાર છે. અને તેના પર સૌ કોઈની નજર રહેશે.

કેઝેડ - 3 ઝોનમાં માત્ર રમત ગમત સહિતની પ્રવૃત્તિઓ જ થવાની છે

ગુજરાત રાજ્ય દ્વારા OLYMPICને લઇને દાવેદારી કરવામાં આવી છે. રાજ્ય સરકાર OLYMPIC માટે તત્પર બની છે. ત્યારે હવે આ અંગે સરકારે લીધેલા કેઝેડ - 3 ઝોનના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગોધાવી ગામના ખેડૂતો ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. તેમણે કેઝેડ - 3 ઝોનને પડકાર્યો છે. તેમનું કહેવું છે કે, મૂળ જમીન માલિકોની જમીન ફેરબદલ કરવાથી ભવિષ્ટમાં ખેડૂતોને નુકશાની વેઠવી પડશે. ગોધાવીના 57 જેટલા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જો કે, કેઝેડ - 3 ઝોનમાં માત્ર રમત ગમત સહિતની પ્રવૃત્તિઓ જ થવાની છે. કેઝેડ - 3 ઝોન જાહેર થવાના કારણે 500 જેટલા ખેડૂતો અસરગ્રસ્થ થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આગામી સપ્તાહે સુનવણી હાથ ધરવામાં આવનાર છે. જેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : દિપીકા ગાર્ડન પાસે રીપેર થયેલા ભૂવાથી 10 ડગલાં દૂર બીજો પ્રગટ થયો

Advertisement

Tags :
Advertisement

.

×