Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Heavy Rain: હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી

આણંદ, મહીસાગર, પાટણ, સમી, હારીજ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
gujarat heavy rain  હવામાન નિષ્ણાંત ambalal patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી
Advertisement
  • પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે
  • આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
  • પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી

Gujarat Heavy Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેમાં પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. તથા કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ 7 થી 12 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડશે. તથા ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમાં 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે.

Advertisement

ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે

રાજ્યમાં વરસાદ મામલે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આણંદ, મહીસાગર, પાટણ, સમી, હારીજ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે અને 12 જુલાઇ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે, અનેક વિસ્તારો જળમગ્ન થશે તેવો વરસાદ પડશે અને જાન-માલને નુકસાન થવાની સંભાવના રહેશે. તેમજ કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે.

Advertisement

10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 6 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે તેમ પણ આગાહીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ

Tags :
Advertisement

.

×