ગુજરાત હાઈકોર્ટ તરફથી ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, ધરપકડ વોરન્ટ રદ્દ કરાયું
- વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ને મોટી રાહત
- ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરન્ટ રદ
- ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલસામેનું ધરપકડ વોરન્ટ રદ કર્યું
- કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા ધરપકડ વોરન્ટ રદ
- નિકોલના કેસમાં હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાઢ્યું હતું ધરપકડ વોરન્ટ
વિરમગામના ધારાસભ્ય અને ગુજરાતના રાજકારણના એક યુવા ચહેરા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ઇશ્યુ થયેલું ધરપકડ વોરન્ટ રદ્દ કરી દીધું છે. આ વોરન્ટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલના કેસમાં તેમની વારંવાર ગેરહાજરીને કારણે ઇશ્યુ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય હાર્દિક પટેલ ને મોટી રાહત
નોંધનીય છે કે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ( MLA) લાંબા સમયથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહેલા કેસની કાર્યવાહીમાં હાજર રહી શક્યા ન હતા. આ કેસ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં નોંધાયો હતો, જેમાં ગેરકાયદેસર સભા, તોફાન અને જાહેર સેવકને ફરજમાં અવરોધ ઊભો કરવાના આક્ષેપો હતા.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે વારંવારની ગેરહાજરીને કારણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તાજેતરમાં તેમની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ (NBW) ઇશ્યુ કર્યું હતું. જોકે, હાર્દિક પટેલેઆ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે ધારાસભ્યના વકીલ દ્વારા ભવિષ્યની તમામ કોર્ટ કાર્યવાહીમાં અચૂક હાજર રહેવાની આપેલી બાંહેધરીને સ્વીકારી હતી.
હાઈકોર્ટ દ્વારા આ બાંહેધરીને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક અસરથી હાર્દિકપટેલ વિરુદ્ધનું ધરપકડ વોરન્ટ રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે અને તેમની ધરપકડનું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. આ નિર્ણય સૂચવે છે કે હાર્દિક પટેલે હવે નિયમિતપણે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પડશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે,વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર


