ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat in Rain: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
09:42 AM Jun 26, 2025 IST | SANJAY
રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
Gujarat Rain Update

Gujarat in Rain: હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નવસારી, સુરત, તાપી જિલ્લા અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા, ડાંગ, નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદ, ભાવનગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, ડાંગ, નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ છોટાઉદેપુર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું

બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે 11 ડેમો છલકાયા હતા. અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતા એલર્ટ પર છે. ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ હોવાથી વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન

 

Tags :
Gujarat FirstGujarati NewsGujarati Top NewsGujaratRainHeavy rain Gujarat NewsMeteorological DepartmentTop Gujarati NewsWeatherForecast
Next Article