Gujarat : ગરમીના પ્રકોપની જાણો શું કરી અંબાલાલ પટેલે આગાહી
- સોમવારથી નવું સપ્તાહ બળબળતુ રહેવાનું છે
- માર્ચ એન્ડથી એપ્રિલના પ્રારંભમાં ભારે ગરમી પડશે
- એપ્રિલ માસમાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે
Ambalal Patel : ગુજરાતમાં સોમવારથી નવું સપ્તાહ બળબળતુ રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની આગાહી છે. જેમાં વધુમાં જણાવતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે કાલથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે. માર્ચ એન્ડથી એપ્રિલના પ્રારંભમાં ભારે ગરમી પડશે.
તાપમાન 43થી 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. એપ્રિલમાં ભીષણ ગરમી પડવાના સંયોગ છે.
એપ્રિલ માસમાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે
એપ્રિલ માસમાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે. તેમજ ઉનાળુ પાકને લઈને ખેડૂતોને અંબાલાલની મોટી ચેતવણી છે. જેમાં ખેડૂતોએ ઉનાળુ પાકમાં સાવચેતી રાખવી જરૂરી છે. મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે. કાચા મકાનોને નુકસાન થાય તેવું વાવાઝોડું આવી શકે છે. જેમાં 70થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જેમાં આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. માર્ચ મહિનાના અંત તથા એપ્રિલની શરૂઆતમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધશે તથા તાપમાન 43, 44 ડિગ્રી રહેવાની સંભાવના છે.
એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી પડવાના સંયોગ
એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી પડવાના સંયોગ છે. તેમજ મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાતનું સર્જન થશે. તેથી 70 થી 100 કિમી ઝડપે પવન ફૂંકાશે તથા ભારે વાવાઝોડાથી ભારે પવન રહી શકે તેવી સંભાવના છે. તેમજ ખેડૂતો માટે ઉનાળુ પાકમાં સાવચેતી રાખવી જરૂરી છે નહિ તો નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. તથા આંબાયતી પાક આંબાના મોર અને કેરીઓમાં નુકસાન આવવાની સંભાવના પણ રહેલી છે.
આ પણ વાંચો: Rajkot : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન, જાણો કોણે શું કહ્યું


