Gujarat Local Body Election Result : અમરેલીની ચલાલા પાલિકામાં ભાજપનો ભગવો, ધારાસભ્ય કાકડીયા પર પૈસાનો વરસાદ
- ચલાલા પાલિકાની 24 બેઠકો પર ભાજપનો કબ્જો
- પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો
- ચલાલા પાલિકામાં કોંગ્રેસની એકપણ બેઠક ના આવી
Gujarat Local Body Election Result : અમરેલીની ચલાલા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં ચલાલા પાલિકાની 24 બેઠકો પર ભાજપનો કબ્જો થયો છે. ધારાસભ્ય જે.વી.કાકડીયાના હોમ ટાઉન ચલાલામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચલાલા પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો છે. ચલાલા પાલિકામાં કોંગ્રેસની એકપણ બેઠક આવી નથી.
Sthanik Swaraj Election Result 2025 | "કોંગ્રેસને બેઠક ના મળી તે એના ભાગ્ય" | Gujarat First
ચલાલા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
ચલાલા પાલિકાની 24 બેઠકો પર ભાજપનો કબ્જો
ધારાસભ્ય જે.વી.કાકડીયાના હોમ ટાઉન ચલાલા માં ભાજપનો ભગવો લહેરાયો @jvkakadiya #Amreli #BJP #Congress… pic.twitter.com/Bp1SJwAzkM— Gujarat First (@GujaratFirst) February 18, 2025
ઢોલી અને ધારાસભ્ય કાકડીયા પર પૈસાનો વરસાદ થયો
ઢોલી અને ધારાસભ્ય કાકડીયા પર પૈસાનો વરસાદ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની એક તરફી જીત જોવા મળી છે. કુલ 24 બેઠક પર ભાજપના 24 ઉમેદવારો વિજેતા થયા છે. અમરેલીની ચલાલા નગર પાલિકામાં ભાજપની જીતથી ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વોર્ડ નં.4 ભાજપના વિજેતા ઉમેદવારોના નામ :
•ચેતનાબેન તલાટિયા
•ભરતભાઈ માલવિયા
•કેતનભાઈ સરવૈયા
•વનિતાબેન લશ્કરી


