Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Local Body Election Result : કચ્છના રાપર અને માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય

માણસા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો ભવ્ય વિજય થતા ઉત્સવનો માહોલ
gujarat local body election result    કચ્છના રાપર અને માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
Advertisement
  • માણસા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
  • કચ્છની હાઈપ્રોફાઈલ નગરપાલિકા રાપરમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય
  • રાપર નગરપાલિકાની ચૂંટણીમાં 62.52 ટકા મતદાન થયુ હતુ

Gujarat Local Body Election Result : કચ્છના રાપર અને માણસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે. જેમાં માણસા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપનો ભવ્ય વિજય થતા ઉત્સવનો માહોલ છે. તેમજ કચ્છની હાઈપ્રોફાઈલ નગરપાલિકા રાપરમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે. જેમાં રાપર નગરપાલિકાની ચૂંટણીમાં 62.52 ટકા મતદાન થયુ હતુ.

Advertisement

માણસા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે આજે મતદાન યોજાયું

માણસા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં 35 મતદાન કેન્દ્રો ઉપર શહેરના 27020 મતદારો પૈકી 17285 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી 64 ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કર્યું હતુ. પાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે 35 મતદાન મથક પર મતદાન યોજાયું હતું આ પૈકી 13 સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

Advertisement

શહેરના કુલ સાત વોર્ડમાં વોર્ડ નંબર એકના કુલ 3998 પૈકી 2674 મતદારોએ વોટિંગ કર્યું હતું. વોર્ડ નંબર 2 ના 3875 મતદારો પૈકી 2852 મતદારોએ વોટીંગ કર્યું હતું વોર્ડ નંબર ત્રણના 3703 મતદારો પૈકી 2341 નાગરિકોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર ચારના 4076 કુલ મતદારો પૈકી 2639 મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 5 ના 3749 મતદારો પૈકી 2156 મતદારોએ વોટિંગ કર્યું હતું. વોર્ડ નંબર છ ના 3911 મતદારો પૈકી 2034 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો તો વોર્ડ નંબર સાતના કુલ 3708 મતદારો પૈકી 2559 મતદારોએ મતદાન કર્યું હતું જે સમગ્ર રીતે જોતા ગત ચૂંટણીમાં 75 ટકા જેટલું વોટિંગ થયું હતું જેની સામે આ વખતે કુલ સાત વોર્ડના 27020 મતદારો પૈકી 17285 મતદારોએ 64 ટકા જેટલું કુલ વોટિંગ કરી તમામ વોર્ડના ઉમેદવારોનું ભાવિ મશીનમાં સીલ થતા આજે પરિણામ આલવવાનું શરૂ થયુ છે.

રાપર નગરપાલિકાની ચૂંટણીમાં 62.52 ટકા મતદાન

કચ્છના વાગડ વિસ્તારની રાપર નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો, સાત વોર્ડની 28 બેઠક પૈકી એક બેઠક બિનહરીફ હતી, જેથી બાકીની 27 બેઠકો પર આજે પરિણામ આવવાનું શરૂ થયુ છે. જેમાં કુલ નોંધાયેલા 23,111 મતદારો પૈકી 14,450 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, અને 62.52 ટકા જેટલા લોકોએ મતદાન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી અને કોઈપણ પ્રકારની ઈવીએમની ખામી કે કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થઈ ના હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું. જેમાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિણામ આવવાનું શરૂ થયુ છે.

આ પણ વાંચો: Gujarat Local Body Election Result : પરિણામ પહેલા જ BJP એ 215 બેઠકો બિનહરીફ જીતી

Tags :
Advertisement

.

×