Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Local Body Election Result : Porbandar માં ચાલી સાયકલ, કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન

પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે
gujarat local body election result   porbandar માં ચાલી સાયકલ  કુતિયાણા  રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન
Advertisement
  • પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત
  • કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન
  • રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી

Gujarat Local Body Election Result : Porbandar માં ચાલી સાયકલ, કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન આવ્યું છે. જેમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. તેમાં કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન થયુ છે.
રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે. જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે.

Advertisement

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી

રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. પોરબંદર જિલ્લામાંથી ઉલટફેરના આંકડા સામે આવ્યા છે. અહીં ભાજપ અને સામાજવાદી પાર્ટીની ટક્કરની વચ્ચે ટાઇ પડી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, કુતિયાણા નગરપાલિકામાં ટાઈ પડી છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. ખાસ વાત છે કે, કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાનો જોરદાર દબદબો જોવા મળ્યો છે.

Advertisement

રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવી દીધો

મહત્વનું છે કે, રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવી દીધો છે. રાણાવાવમાં 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. કાંધલ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે, તેવા સમયે સ્વયંમ તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લાં 15 વર્ષથી પૂરું પાડે છે. આ સિવાય કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જેથી પ્રથમ વખત કાંધલ જાડેજા સ્વયંમ તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડ્યા હતા, જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બન્યો છે.

આ પણ વાંચો : Gujarat Local Body Election Result : અમરેલીની ચલાલા પાલિકામાં ભાજપનો ભગવો, ધારાસભ્ય કાકડીયા પર પૈસાનો વરસાદ

Tags :
Advertisement

.

×