ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Local Body Election Result : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, જાણો જનતા કોના પર ભરોસો મુકશે

66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે
07:11 AM Feb 18, 2025 IST | SANJAY
66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે

 Gujarat Local Body Election Result : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે આવી જશે. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આજે સ્પષ્ટ થશે. જેમાં ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણીના પરિણામોનું મેગા કવરેજ જોવા મળશે. એક એક સુધરાઈ, એક એક વૉર્ડ, એક એક બેઠકનું પરિણામ સામે આવશે. ગુજરાત ફર્સ્ટ પર સવારથી ગ્રાઉન્ડ ઝીરોથી મેરેથોન કવરેજ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત ફર્સ્ટ એક એક બેઠકનું સૌથી ઝડપી પરિણામ બતાવશે.

ગુજરાતના દર્શકો પરિણામો માટે ગુજરાત ફર્સ્ટ પર ભરોસો કરે છે

ગુજરાતના દર્શકો પરિણામો માટે ગુજરાત ફર્સ્ટ પર ભરોસો કરે છે. જેમાં ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અલગ અલગ પરિણામ કેન્દ્રથી LIVE રહેશે. થોડીવારમાં જ જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થશે. થોડીવારમાં જ સૌથી પહેલાં પરિણામો આપને ગુજરાત ફર્સ્ટ બતાવશે. તેમાં ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષો, કોની પર જનતાએ મુક્યો ભરોસો? જેમાં જૂનાગઢ મનપાની ચૂંટણીનો આજે સ્પષ્ટ જનાદેશ થશે. જૂનાગઢ મનપામાં પુનરાવર્તન કે પછી આવશે પરિવર્તન? જૂનાગઢના 15 પૈકી 2 વૉર્ડ ભાજપના ફાળે બિનહરીફ થયા છે. તેમજ જૂનાગઢ મનપાની 52 બેઠકોનું આજે પરિણામ સ્પષ્ટ થશે. તથા જૂનાગઢ મનપામાં 44.23 ટકા જેટલું ઓછું મતદાન કોને નડશે? શું ઓછું મતદાને એક પક્ષને નડશે તો શું બીજા પક્ષને ફળશે?

ગતચૂંટણીમાં જૂનાગઢ મનપામાં ભાજપને બહુમતી મળી હતી

ગતચૂંટણીમાં જૂનાગઢ મનપામાં ભાજપને બહુમતી મળી હતી. જેમાં ગતચૂંટણી કરતા 5 ટકા ઓછું મતદાન શું બની જશે નિર્ણાયક? જૂનાગઢમાં ભ્રષ્ટાચાર અને સમસ્યાઓ શાસક પક્ષને નડી જશે? ચિત્ર આજે સામે આવી જશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર નજર છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 32 નગરપાલિકાનો જનાદેશ થોડીવારમાં સ્પષ્ટ થશે. સૌરાષ્ટ્રની 30 જેટલી નગરપાલિકામાં સરેરાશ 58 ટકા જેટલું મતદાન થયુ છે. સૌરાષ્ટ્રમાં જનતા કોની સાથે રહી તેની સૌથી વધુ ચર્ચા છે. સૌરાષ્ટ્રની નગરપાલિકામાં કોનો ડંકો વાગશે તે સ્પષ્ટ થશે. ગુજરાત ફર્સ્ટ પર સૌરાષ્ટ્રની નગરપાલિકાના સૌથી ઝડપી પરિણામ જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્રની તમામ નગરપાલિકાના મતગણતરી કેન્દ્રો પર ગુજરાત ફર્સ્ટ પહોંચ્યુ છે. સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામો બસ થોડીવારમાં તમારી સામે આવી જશે.

પોરબંદરની બે હાઈપ્રોફાઇલ નગરપાલિકાનું આજે પરિણામ

પોરબંદરની બે હાઈપ્રોફાઇલ નગરપાલિકાનું આજે પરિણામ છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાનો જનાદેશ સ્પષ્ટ થશે. તેમાં કુતિયાણામાં ભાજપ અને સપા વચ્ચે ખરાખરીનો જંગ છે. વચર્સ્વની લડાઈમાં કુતિયાણામાં કોણ બાજી મારશે તે સવાલ છે. કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરાની પેનલ વચ્ચે સીધી ટક્કર છે. કુતિયાણા નગરપાલિકામાં પરિવર્તન કે પછી પુનરાવર્તન? કુતિયાણામાં ઢેલીબેન અને ભાજપનો પુનરાવર્તનનો દાવો છે. બીજીતરફ કાંધલ જાડેજા સહિત ભાઈ રામાભાઈને જીતનો ભરોસો છે. કુતિયાણામાં 6 વૉર્ડની 24 બેઠકોનો જનાદેશ સ્પષ્ટ થશે તથા રાણાવાવમાં 7 વૉર્ડની 28 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે. આ રીતે ગુજરાતના મધ્ય, દક્ષિણ અને ઉ.ગુજરાતની 36 નગરપાલિકાના પરિણામ મળીને 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે.

આ પણ વાંચો: Rashifal 18 February 2025 : વસુમતી યોગ સુખ અને સમૃદ્ધિ લાવશે, આ રાશિ માટે શુભ દિવસ

 

 

 

Tags :
ElectionResults Gujarat NewsGujarat FirstGujarat Local Body Election ResultGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article