Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી

Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવતા 24 કલાકમાં જ ચોમાસુ ગુજરાત માટે સક્રિય થઈ જશે તેવી આગાહી કરી છે . આ સાથે તેમને કહ્યું છે કે, ખેડૂતો માટે સારા સમાચાર છે. આવતા દિવસોમાં તારીખ 17 થી 22 માં ગુજરાતમાં ભારે...
gujarat  ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી
Advertisement

Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવતા 24 કલાકમાં જ ચોમાસુ ગુજરાત માટે સક્રિય થઈ જશે તેવી આગાહી કરી છે . આ સાથે તેમને કહ્યું છે કે, ખેડૂતો માટે સારા સમાચાર છે. આવતા દિવસોમાં તારીખ 17 થી 22 માં ગુજરાતમાં ભારે પવન ફૂકાશે. ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહશે. તારીખ 22 થી 28 માં ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થશે અને ખેડૂતો માટે ખાસ આ વરસાદ વાવણી લાયક વરસાદ થશે. આજે નક્ષત્રમાં વરસાદ થવાનો છે તે વાવણી માટે ખૂબ સારો વરસાદ કહી શકાય.

મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડશે

નોંધનીય છે કે, એટલે જ ખેડૂતો આ સમયમાં વાવણી કરી શકે છે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ ગુજરાતમાં દક્ષિણ ગુજરત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડશે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વરસાદની આગાબી ગુજરાતના લોકો અને ખાસ કરીને તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય છે.

Advertisement

22 થી 28 તારીખની વચ્ચે વાવણી કરવી ફાયદાકારક

આ વખતે ચોમાસુ પણ 104 % ઉપર રહેશે તેવું અંબાલાલ કાકાએ અગાઉ જણાવ્યું હતું. ખાસ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે જગતનો તાત વાવણી માટેની તૈયારી કરે અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકે છે કે ઉત્તમ સમય છે તેમ હવામાન નિષ્ણાત અને શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખાસ ચોમાસુ સારું જાય એટલે ખેડૂતોનું પણ વર્ષ સારું જાય! આ વર્ષે ગરમી પણ ખૂબ પડી છે સાથે આ વખતે વરસાદ પણ સો ટકાથી ઉપર પડવાનો હોય, નર્મદામાં પણ નીરની આવક થશે અને જળાશયોમાં પણ પાણી ભરાશે. 2024 નું ચોમાસુ ગુજરાત માટે ખૂબ સારું રહેવાનું છે. નોંધનીય છે કે, ચોમાસુ 24 કલાકમાં સક્રિય થઈ જશે.

Advertisement

અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો: PORBANDAR : નગરપાલિકા અને PGVCL ની પ્રિમોન્સૂનની કામગીરી ખાડામાં !

આ પણ વાંચો: NEET Exam : ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં પણ વાલીઓમાં ભારે રોષ, બેઠક યોજી લીધો મોટો નિર્ણય!

આ પણ વાંચો: PANCHMAHAL : મેશરી નદી કચરાને કારણે ગંદા પાણીના નાળા સમાન બની

Tags :
Advertisement

.

×