Gujarat Monsoon: વરસાદને લઇ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો કયા થશે મેઘમહેર
- રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે
- અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે
- 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ બનશે તેથી ભારે વરસાદ થશે
Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થશે. તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ત્યારે 9-10 જૂલાઈમાં નવી સિસ્ટમ બનશે. તથા વરસાદનું પ્રમાણ વધઘટ થશે. જેમાં 12 જૂલાઈ ગુજરાતમાં વરસાદ આવશે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે.
ગુજરાતમાં ભયંકર વરસાદની 5 વરસાદી તસ્વીર | Gujarat First #Gujarat #Ahmedabad #Rain #Valsad #Heavyrain #Monsoon #gujaratfirst pic.twitter.com/6iQY1B3Rjv
— Gujarat First (@GujaratFirst) July 7, 2025
બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. તેમજ પાટણ, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરત તથા નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં 22 થી 30 જૂલાઈ સીસ્ટમ બનશે જે ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. તેમજ 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. તથા તાપી નદીનું જળસ્તર વધી શકે છે. તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે
અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં રચાતું વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે. મોન્સૂન ટ્રફની ગતિ ઉપર-નીચે થતી રહે છે, જેના કારણે 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે, જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવશે. આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે.
આ પણ વાંચો: Gujarat Rain: આગામી સાત દિવસ હવામાન વિભાગે મેઘની કરી આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ


