Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Monsoon: અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘમહેરની શક્યતા, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. તથા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
gujarat monsoon  અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘમહેરની શક્યતા  જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી
Advertisement
  • આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • અમદાવાદ હવામાન વિભાગની આગાહી સામે આવી છે
  • આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી

Gujarat Monsoon: અમદાવાદ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. તથા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ કેટલાક શહેરોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. તેમજ આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી કરાઇ છે. તથા 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના 78 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતમાં ધોધમાર 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમાં કામરેજમાં 5 ઈંચ વરસાદ વરસ્યો તથા માંડવી અને તાલાલામાં 2 ઈંચ અને માંગરોળ, સાગબારા, વ્યારામાં 1 ઈંચ અને પલસાણા, વલોડ, ઉમરગામમાં 1 ઈંચ વરસાદ આવ્યો છે.

Advertisement

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ

સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના પાલનપોર જકાતનાકા, સુરતના વેડરોડ, સિંગણપોર, હોડી બંગલા વિસ્તારમાં તો રસ્તા પર નદી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ વિસ્તારમાં ચારેક ફૂટ જેટલા પાણીનો ભરાવો થતાં પાર્ક કરેલા વાહનો અડધા ડૂબી ગયા હતા અને લોકો દુકાનો પણ ખોલી શક્યા ન હતા. જ્યારે સેન્ટ્રલ ઝોનના સલાબતપુરા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરની આસપાસ તો તાપી નદી જ આવી ગઈ હોય તેમ રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Gujarat AAP: ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે - આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી

Tags :
Advertisement

.

×