Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, જાણો ક્યા છે ભારે મેઘની આગાહી
- રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા
Gujarat Monsoon: વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તથા સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે, તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આજે મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે. જેને પગલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અને આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જાણો હવામાન નિષ્ણાત અંબલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબલાલ પટેલની આગાહી પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.અંબાલાલનો દાવો છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ


