Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ, નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા
- નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા
- રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ
- થરાદમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ
Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થઇ છે. જેમાં નદી બે કાંઠે વહેતા નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા છે. રેલ નદીના પાણીથી 3 ગામોને જોડતો માર્ગ પણ બંધ થયો છે. તેમજ થરાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી રેલ નદીના પાણી ગામોમાં ઘૂસવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રેલ નદીના ઘોડાપૂરના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
Banaskantha Heavy Rain : ધાનેરાના રેલ નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે । Gujarat First#banaskantha #heavyrain #rainflood #rainupdate #monsoon2025 #live #gujaratrainalert #rainingujarat #gujaratfirst pic.twitter.com/l6cRXZ26vk
— Gujarat First (@GujaratFirst) July 4, 2025
ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ વરસાદ
બનાસકાંઠાના ધાનેરામાં 3.86 ઇંચ, વડગામમાં 1.97 ઇંચ, ડીસામાં 1.89 ઇંચ, દાંતીવાડામાં 0.83 અને પાલનપુરમાં 0.79 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે. પાલનપુરની બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઇ છે, જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, 10 થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થયો છે. તેમજ ઢીંચણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને SP નિવાસસ્થાન નજીક પાણી ભરાયા છે, જેમાં ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેમજ પાલનપુરના ડીપી વિસ્તારમાં માન સરોવર રોડ પર દીવાલ ધરાશાયી થઈ છે.
રેલ નદીમાં ઘોડાપૂર જોવા મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી
વર્ષ 2017 બાદ પ્રથમ વાર રેલ નદીમાં ઘોડાપૂર જોવા મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઇ છે. ભુજમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં ભુજની ડોસાભાઈ ધર્મશાળા પાસે પાણી ભરાયા છે. તથા ભુજ જનરલ હોસ્પિટલ માર્ગ પર પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તથા પ્રિમોન્સૂન કામગીરી પર મોટા સવાલ ઉઠ્યા છે. જામનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં બારમેઘ ખાંગા જેવી સ્થિતિ
જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં બારમેઘ ખાંગા જેવી સ્થિતિ છે. જેમાં ભારે વરસાદ બાદ જીણાવારી ગામનો કોઝવે બે કાંઠે થયો છે. ધસમસતા પૂરના પ્રવાહે કોઝવે પરની રેલિંગ તોડી છે. જેમાં રેલિંગ તૂટતા જીણાવારી-જામજોધપુર વચ્ચેની કનેક્ટિવિટી બંધ થઇ છે. અડધા દિવસ સુધી જીણાવારીનો સંપર્ક તાલુકા મથકથી તૂટ્યો છે. તથા પૂર ઓસર્યા બાદ વાહનચાલકો કોઝવે પરથી પસાર થયા છે.
આ પણ વાંચો: Gujarat Rain: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, 5 ડેમના દરવાજા ખોલાયા


