Gujarat: રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યા પડ્યો કમોસમી વરસાદ
- સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત
- રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી (Unseasonal rain)વરસાદની આગાહી
- વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી
Ahmedabad માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી છે ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ માવઠા અને વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમજ વાતાવરણમાં પલટાની સાથે જ વિવિધ વિસ્તારની અંદર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. બે દિવસ પહેલા જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rain) પણ પડ્યો હતો. હાલ વિવિધ જિલ્લામાં પણ વરસાદ પડવાની આગાહી છે અને વિઝિબિલિટી ઝીરો થઈ રહી છે. તેમજ વાતાવરણીય પરિસ્થિતિને કારણે ખેડૂતો (Farmer) મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે જો ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે તો વિવિધ પાકને મોટી નુકસાની થવાની શક્યતા છે. જેમાં ધાણા, ચણા, ઘઉં તેમજ અન્ય ફળપાક અને બાગાયતી પાકમાં રોગ આવવાની શક્યતા છે. જો હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ વરસાદ પડશે તો જીરુંનો પાક 100 % નિષ્ફળ જશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal rain)ના વાદળો બંધાયા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal rain)ના વાદળો બંધાયા છે. જે મુજબ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ ગાંધીનગર, પાટણ, મહેસાણા તથા ખેડા, આણંદ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કમોસમી વરસાદની આગાહી છે. ગતરાત્રિએ અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાના વાદળો અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં ખેડૂતો (Farmer)ને નુકસાનની ચિંતા
અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી કમોસમી વરસાદ (Unseasonal rain) નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની ચિંતા ખેડૂતો (Farmer)ને થઇ રહી છે.
આ પણ વાંચો: Amreli : MLA કૌશિક વેકરિયાને બદનામ કરવા BJP નાં જ નેતાનું હતું કાવતરું! 4 ની અટકાયત