Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર
- નવસારી અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ
- મહુવા, ગણદેવી, વાલોડમાં 2 ઇંચ વરસાદ
- વડોદરા, કડાણામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો
Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં નવસારી અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. તથા મહુવા, ગણદેવી, વાલોડમાં 2 ઇંચ વરસાદ સાથે વડોદરા, કડાણામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ કલોલ, ડોલવણ, ઉમરગામમાં 1 ઇંચથી વધુ વરસાદ સાથે 20 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.24 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ નવસારી શહેરમાં 4.25 ઇંચ, સુરતના મહુવામાં 2.20 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યના કુલ 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 79 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે. આજ સુધીમાં ગુજરાતનો સરેરાશ મોસમનો 54 ટકા એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જોકે, આ આંકડામાં પ્રાદેશિક ભિન્નતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કચ્છમાં મોસમનો 64 ટકા વરસાદ નોંધાયો છે તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતમાં 51 ટકા જ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 16 ઇંચ વરસાદ આવ્યો છે
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 16 ઇંચ વરસાદ આવ્યો છે, જે મોસમનો 53.48 ટકા છે. તેમજ 33 જિલ્લાઓમાં પાટણ જિલ્લામાં સરેરાશ માત્ર 34 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગર જિલ્લામાં 80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે આજથી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
આ પણ વાંચો: Ukraine: લોકો Volodymyr Zelenskyy વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા, જાણો જનતામાં શું ગુસ્સો ફેલાયો


