Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો
gujarat monsoon  રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો  જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર
Advertisement
  • અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો
  • સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદની ધોધમાર બેટીંગ
  • સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો

Gujarat Monsoon: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણ જિલ્લામાં તોફાની વરસાદી બેટિંગ શરૂ થઇ છે. જેમાં સિદ્ધપુર તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિદ્ધપુરના કાલેડા, ધનાવાડા, પચકવાડા દશાવાડા, કલ્યાણા, કુંવારા, કાકોશી સહિતના પંથકના ગામોમાં ધોધમાર વરસાદ આવ્યો છે.

સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદની ધોધમાર બેટીંગ

સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યા સુધી વરસાદની ધોધમાર બેટીંગ થઇ છે. સિદ્ધપુર શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારમાં પાણી ભરતા લોકોને બીજી જગ્યા ખસેડ્યા છે. સિદ્ધપુરમાં રાતે 2 થી સવારે 6 વાગ્યાં સુધીમાં 131 mm વરસાદ આવ્યો છે. તેમજ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો છે. જેમાં મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમાં શહેરની ગરીબ નવાજ, સમ્મેં હિદાયત, જિલાનીપાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. ધનસુરા અને બાયડ માં 4 ઇંચ વરસાદ સાથે માલપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

Advertisement

Advertisement

ખેડાના ડાકોરમાં વરસાદી માહોલ જામ્યો

ખેડાના ડાકોરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઠાસરાના ગળતેશ્વરમાં પણ વરસાદ પડ્યો છે. ડાકોર, ઠાસરા, સેવાલીયા, અંબાવમાં વરસાદ આવ્યો છે. તથા આગરવા, રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જેમાં વરસાદના પગલે ડાંગરના પાકોનું વાવેતર શરૂ થયુ છે. ખેડાના કપડવંજમાં મેઘરાજાની બીજી ઈનિંગ છે. લાંબા વિરામ બાદ કપડવંજ શહેરમાં વરસાદ ખાબક્યો છે. ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કપડવંજ ગ્રામ્ય, કપડવંજ શહેરમાં ધીમી ધારે વરસાદ આવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશની લહેર વ્યાપી છે.

આ પણ વાંચો: Major Accident: અમેરિકામાં ટેકઓફ દરમિયાન વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, 179 લોકો સવાર હતા... Live Video

Tags :
Advertisement

.

×