Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
- સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર
- ઉપરવાસમાંથી 4,01,042 ક્યૂસેક પાણીની આવક
- નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.37 લાખ ક્યૂસેક પાણી છોડાયું
Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર થઇ છે. ત્યારે ઉપરવાસમાંથી 4,01,042 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.37 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. તેમજ રિવરબેડ પાવર હાઉસ 5 ચાલુ કરી 40 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ છે.
નર્મદા ડેમમાં બે કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો થયો છેે
નર્મદા ડેમમાં લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો 33.55.35 છે. તેમજ નર્મદા ડેમમાં બે કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસથી સતત પાણીની આવક થતા ગેટ ખુલ્લા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 4, 23 .270 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય વધુ ત્રણથી 4 ગેટ ખોલવામાં આવશે.
1.39 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ
આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. તેમજ પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. આવા આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ આ 1.39 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ, ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારી છે.
આ પણ વાંચો: Sadhvi Pragya Torture Story: નિર્દોષ સાધ્વી પ્રજ્ઞાની હૃદય હચમચાવી દેતી દાસ્તાન


