ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ

સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 46.96 ટકા જળસંગ્રહ તથા રાજ્યના અન્ય 206 જળાશયમાં 49.96 ટકા જળસંગ્રહ
01:09 PM Jul 03, 2025 IST | SANJAY
સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 46.96 ટકા જળસંગ્રહ તથા રાજ્યના અન્ય 206 જળાશયમાં 49.96 ટકા જળસંગ્રહ
Rain in Gujarat Gujarat First+

Gujarat Monsoon: રાજ્યમાં અત્યાર સુધીમાં 36.54 ટકા સરેરાશ વરસાદ આવ્યો છે. જેમાં 4 તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 20 ઈંચથી વધુ વરસાદ પડયો છે. ત્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 39.89 ટકા વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો કુલ 29.87 ટકા વરસાદ છે. સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં જળસંગ્રહ વધ્યો છે. તેમજ સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 46.96 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયમાં 49.96 ટકા જળસંગ્રહ છે.

21 ડેમ હાઈ એલર્ટ, 14 ડેમ એલર્ટ, 18 ડેમ વોર્નિંગ પર

21 ડેમ હાઈ એલર્ટ, 14 ડેમ એલર્ટ, 18 ડેમ વોર્નિંગ પર છે. રણજીત સાગર અને વાગડીયા નદી હાલમાં ઓવરફ્લો છે. ત્યારે ભારે વરસાદની આગાહી થતા માછીમારોને 6 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 18 ફીડર, 87 પોલ, 12 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા કામગીરી શરૂ કરાઇ છે. તેમજ ભારે વરસાદથી રાજ્યમાં કુલ 74 રસ્તાઓ હાલમાં બંધ છે. તથા વડોદરા અને નર્મદામાં 1-1 સ્ટેટ હાઈવે વરસાદથી બંધ છે. પંચાયત હસ્તકના 70 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે તથા તાપીમાં 15, નવસારીમાં 10 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. છોટાઉદેપુરમાં એક નેશનલ હાઈવે બંધ થતા તેને શરૂ કરવાની કામગીરી ચાલુ કરાઇ છે.

5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું

વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે 3 જુલાઈ 2025, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે 4 જુલાઈના દિવસે 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યાં છૂટાછવાયો સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 5 જુલાઈના દિવસે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: Olympics 2036 ની યજમાની માટે ભારતે મજબૂત દાવો કર્યો, આયોજન કરવા પ્રસ્તાવ

 

Tags :
ahmedabad gujarat newsGujaratGujarat Firstgujarat rainGujarati NewsGujarati Top NewsheavyrainMeteorological DepartmentMonsoonNorth GujaratRainfallTop Gujarati News
Next Article