Gujarat Monsoon: રાજ્યમાં સીઝનનો સરેરાશ 58.22 ટકા વરસાદ, જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો મેઘ
- સીઝનમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54.46 ટકા વરસાદ
- ઉત્તરમાં 61 ટકા, દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ
- પૂર્વ મધ્ય ઝોનમાં સીઝનનો સરેરાશ 54.95 ટકા વરસાદ
Gujarat Monsoon: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 58.22 ટકા વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 64.11 ટકા વરસાદ થયો છે. સીઝનમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54.46 ટકા વરસાદ આવ્યો છે. ઉત્તરમાં 61 ટકા, દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ સાથે પૂર્વ મધ્ય ઝોનમાં સીઝનનો સરેરાશ 54.95 ટકા વરસાદ થયો છે. સારા વરસાદથી રાજ્યના ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ કુલ 60.72 ટકા ભરાયો છે. તથા વરસાદથી કુલ 206 જળાશયમાં 61.79 ટકા જળસંગ્રહ થયુ છે.
રાજ્યના 49 ડેમ હાઈ એલર્ટ, 21 ડેમ એલર્ટ પર મુકાયા
રાજ્યના 49 ડેમ હાઈ એલર્ટ, 21 ડેમ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના 21 ડેમ વોર્નિંગ લેવલ પર મુકવામાં આવ્યા છે. સ્થિતિને પહોંચી વળવા NDRFની 12 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા SDRFની 20 ટીમ તૈનાત, 13 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.
Ahmedabad Heavy Rain : અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી! તંત્રની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ#Gujarat #AhmedabadRain #WaterLogging #HeavyRainfall #TrafficTrouble #Monsoon2025 #RainEffect #GujaratFirst pic.twitter.com/luLfNgRrYv
— Gujarat First (@GujaratFirst) July 27, 2025
માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. તેમજ ભારે વરસાદના કારણે રાજ્યના 22 ગામ વીજળી વિહોણા થયા છે. 11 પોલ અને 1 ટ્રાન્સફોર્મરને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 51 રોડ-રસ્તાઓ બંધ થયા છે. જેમાં છોટાઉદેપુરમાં વરસાદના કારણે નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તથા પંચાયત હસ્તકના કુલ 47 રસ્તા વરસાદના કારણે બંધ છે.
Ahmedabad City માં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વાહન ચાલકો મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવા મજબૂર બન્યા
વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર અકસ્માતનો ભય જોવા મળ્યો#Gujarat #AhmedabadRain #HeavyRainfall #TrafficIssues… pic.twitter.com/XhYofq4d2p— Gujarat First (@GujaratFirst) July 27, 2025
ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવાની સાથે એલર્ટ
સૌથી વધુ વલસાડમાં 12, નવસારીમાં 8 રસ્તાઓ બંધ છે. ત્યારે સારા વરસાદથી રાજ્યમાં કુલ 68.23 ટકા વાવેતર થયુ છે. અમદાવાદ શહેરમાં શનિવારની રાતથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં શહેરના વટવા વિસ્તારમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવાની સાથે એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી


