Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી સામે આવી
- ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે
- 29-30 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે
- 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે
Gujarat Monsoon: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજથી બે દિવસ રાજસ્થાન સાથે ગુજરાતના સંલગ્ન ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે. 19 જુલાઈએ સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. જેમાં પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે.
Gujarat Weather Forecast : દક્ષિણ ગુજરાતના લોકોને વરસાદ હેરાન કરી દેશે ! । Gujarat First#Gujarat #Rains #monsoon #gujaratrain #Weather #weatherforecast #gujaratfirst pic.twitter.com/7VzODkx70C
— Gujarat First (@GujaratFirst) July 15, 2025
ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે
ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે. દક્ષિણ ગુજરાત તથા કચ્છમાં ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા તથા થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. 26 જુલાઈ થી 29 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે. 1લી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે. 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં મોટા ફોરાનો વરસાદ પડશે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં પાણી વધી શકે છે. જેમાં સાબરમતી, મહિસાગરમાં પાણીનું જળસ્તર વધશે.
29-30 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે
કાતરા પડતા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઓગસ્ટ મહિનામા વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. 2 થી 4 ઓગસ્ટ દરમ્યાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના અનેક અનેક ભાગોમાં તેમજ 14 અને 15 તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે. તારીખ 16 અને 17 ઓગસ્ટ દરમ્યાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે. તેમજ 19 થી 23 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ 26 થી 27 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શકયતાઓ છે. આ ઉપરાંત 29-30 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.
આ પણ વાંચો: Gujarat News: ખેડામાં કળિયુગી પિતાએ 7 વર્ષની દિકરીને જનેતાની સામે કેનાલમાં ફેંકી દીધી


