Gujarat Navratri: ચણિયાચોળીમાં GPS, નવરાત્રિમાં જાસૂસીનો વેપાર વધ્યો
- Gujarat Navratri: ચણિયાચોળીમાં GPS અને ડિવાઈસનું જંગી વેચાણ શરૂ
- આધુનિક જાસૂસી ડિવાઈસ તથા GPS ટ્રેકરના વેચાણમાં વધારો
- નવરાત્રિના ટૂંકા ગાળામાં જ તેનું વેચાણ ખૂબ વધી ગયું છે
Gujarat Navratri: નવરાત્રિ પર્વ એટલે જ એક રીતે જોતાં ચણિયા-ચોળીઓની વિશાળ ફેશન પરેડ બની રહે છે. એકબીજાથી ચઢિયાતી ભાતો અનેક પ્રકારોનાં ચણિયાચોળી ઠેર-ઠેર ઉપલબ્ધ છે. માતાની ભક્તિ પ્રગટ કરતાં ગરબામાં વિવિધ શણગારનાં ગરબા પણ જાણીતા છે. જેમાં માતાજીની ઓઢણી કે ચૂંદડી, કાપડું અને ઘેરદાર ઘાઘરાનાં વર્ણનો પણ આવે છે.
બહેનોમાં ચણિયા-ચોળી પહેરવાની પ્રથા આવી હશે
કદાચ એના પરથી જ બહેનોમાં ચણિયા-ચોળી પહેરવાની પ્રથા આવી હશે. આમપણ સાડી કરતાં આ પોશાક રાસગરબામાં વધુ અનુકૂળ આવે તેવો હોય છે. ત્યારે આધુનિક યુગમાં શહેરની હાઈફાઈ સોસાયટીઓમાં દીકરા-દીકરી અને મિત્રો પર નજર રાખવા માટે જાસૂસી અને GPS ડિવાઈસ ભરપૂર માત્રામાં વેચાણ થઇ રહ્યાં છે.
આધુનિક જાસૂસી ડિવાઈસ તથા GPS ટ્રેકરના વેચાણમાં વધારો
નવરાત્રિની શરૂઆતથી જ આ પ્રકારના આધુનિક જાસૂસી ડિવાઈસ તથા GPS ટ્રેકરના વેચાણમાં વધારો થાય છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન GPSની માંગ ઓછી રહે છે, પરંતુ આ નવરાત્રિના ટૂંકા ગાળામાં જ તેનું વેચાણ ખૂબ વધી ગયું છે. એક જાણીતા ડિવાઈસ વેચાણ કરતા વેપારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1200થી વધુ નાના અને પોર્ટેબલ GPS ડિવાઈસ વેચાઈ ચૂક્યા છે. તે એક દુકાનની વાત છે. તેવી શહેર અને રાજ્યમાં અનેક દુકાનો આવેલી છે. જેમાં આ પ્રકારના ડિવાઇસના વેચાણનો આંકડો જોવા જઇએ તો બહુ મોટો સામે આવી શકે છે.
Gujarat Navratri: ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડવામાં આવે છે
આધુનિક ડિવાઈસની કિંમત રૂપિયા 2000થી 3000 સુધીની હોય છે. તેનું મુખ્ય આકર્ષણ તેનું નાનું કદ અને લાંબી બેટરી લાઈફ છે. આ ડિવાઈસ એટલા હલકા અને પાતળા હોય છે કે તેને સરળતાથી ગાડી, પર્સ અથવા તો ચણિયાચોળી જેવા પોશાકમાં પણ છુપાવી શકાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ડિવાઈસ 9 થી 12 દિવસ સુધી ચાલે છે, જે નવરાત્રીના નવે દિવસ માટે પૂરતું છે. જેમાં મોટા શહેરોના ડિટેક્ટિવ એજન્ટોએ પાર્ટનર અને બાળકોની જાસૂસી માટે ખાસ પેકેજ લોન્ચ કર્યા છે. કેટવાક લોકો ગરબે રમવા જતા પાર્ટનર કે બાળકો માટે ડિટેક્ટિવને હાયર કરી રહ્યા છે. આ સર્વિસમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો


