Kanti Amrutiya : 'કાના ભાઇ' કાંતિ અમૃતિયા બન્યા રાજ્ય સરકારમાં મંત્રી
- કાંતિ અમૃતિયા નજીકના લોકો વચ્ચે કાના ભાઇ તરીકે જાણીતા
- તેઓ વર્ષ 1995 થી 2012 સુધી ધારાસભ્ય રહ્યા હોવાનું જાણવા મળ્યું
- મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવતા તેઓ ચર્ચામાં આવ્યા હતા
Gujarat New Cabinet 2025 : ગુજરાતના મોરબી (Morbi) વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવેલા કાંતિ અમૃતિયાને (Kanti Amrutiya - State Minister) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દાદાના 2.0 મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાંતિ અમૃતિયા વર્ષ 1995 થી 2012 સુધી ધારાસભ્ય રહ્યા હતા. ત્યાર બાદ તેઓ બ્રિજેશ મેરજા સામે ચૂંટણી હારી ગયા હતા. મોરબીમાં પૂલ તુટવાની દુર્ઘટનામાં કાંતિ અમૃતિયાએ પોતાની પરવાહ કર્યા વગર સીધુ જ નદીમાં ઝંપલાવી દીધું હતું. અને અનેકના જીવ બચાવવામાં મદદ કરી હતી. જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. અને બાદમાં વર્ષ 2021 માં ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં મોરબી બેઠક પરથી તેમની જીત થઇ હતી.
View this post on Instagram
સૌરાષ્ટ્રમાં મજબુત કરવામાં મહત્વની ભૂમિકા
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, તેમના વિસ્તારના લોકો વચ્ચે કાના ભાઇ તરીકે જાણીતા છે. તેમણે મોરબીમાં જ ધો- 12 સુધીનું શાળાનું શિક્ષણ લીધું છે. તેઓ વર્ષ 1995 થી લઇને 2012 સુધી સતત ધારાસભ્ય રહ્યા હતા. ત્યાર બાદની ચૂંટણીમાં તેઓ બ્રિજેશ મેરજા સામે હાર્યા હતા. ભાજપને સૌરાષ્ટ્રમાં મજબુત કરવામાં તેમની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જોડે પણ વર્ષોથી જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યા કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા
કાંતિ અમૃતિયાને નવા મંત્રી મંડળમાં રાજ્યા કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જવાબદારી નિભાવશે. તેમનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો ---- LIVE: Gujarat New Cabinet 2025 : ચેમ્બર ફાળવણી સાથે જ દાદા સરકારનું જન કલ્યાણનું કામ શરૂ


