Dr. Manishaben Vakil : રાજ્ય સરકારમાં બીજી વખત મંત્રી બન્યા ડો. મનીષાબેન વકીલ
- નવા મંત્રી મંડળમાં વડોદરાના મહિલા ધારાસભ્યની બીજી વખત પસંદગી
- ડો. મનીષાબેન વકીલને સોંપાઇ મહત્વની જવાબદારી
- મનીષાબેન સતત ત્રીજી ટર્મથી ચૂંટાઇને આવેલા ધારાસભ્ય છે
Gujarat New Cabinet 2025 : વડોદરા શહેરના વાડી વિધાનસભા પરથી ચૂંટાઇને આવેલા મહિલા ધારાસભ્ય ડો. મનીષાબેન વકીલને (Dr. Manishaben Vakil) ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં તેઓ મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો કાર્યભાર સંભાળશે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સમાવવા માટે વડોદરા શહેર અને જિલ્લાના તમામ 10 ધારાસભ્યોને આશા હતી. પરંતુ માત્ર મનીષાબેન વકીલને જ સ્થાન આપવામાં આવ્યું છે. મનીષાબેન વકીલ સતત ત્રીજી વખત વાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવ્યા છે. તેઓ અગાઉ પણ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
View this post on Instagram
સતત ત્રીજી ટર્મમાં ચૂંટાયા
રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં સમાવાયેલા ડો. મનીષાબેન વકીલે પોસ્ટ ગ્રોજ્યુએટ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ તેઓ ખાનગી શાળાના પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા અને સુપરવાઇઝર હતા. વર્ષ 2012 માં તેઓ પ્રથમ વખત વાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2017 અને વર્ષ 2021 માં સતત તેમને રીપીટ કરવામાં આવ્યા હતા.
બીજી વખત મંત્રી બન્યા
વર્ષ 2021 માં મનીષાબેન વકીલને પ્રથમ વખત રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તાજેતરમાં વર્ષ 2025 માં રાજ્ય સરકારના મંત્રી મંડળમાં તેમને સમાવવામાં આવ્યા છે. અને તેમને મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો ---- LIVE: Gujarat New Cabinet 2025 : ચેમ્બર ફાળવણી સાથે જ દાદા સરકારનું જન કલ્યાણનું કામ શરૂ


