Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News: અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે

અરવિંદ કેજરીવાલ સાબર ડેરીના પશુપાલકો સાથે કરશે મુલાકાત AAPના MLA ચૈતર વસાવાના પરિવાર સાથે પણ કરશે મુલાકાત હાલ AAPના MLA ચૈતર વસાવા જેલમાં છે Gujarat News: સાબર ડેરી વિવાદમાં AAP પણ ઝંપલાવશે. જેમાં અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના ગુજરાત પ્રવાસે...
gujarat news  અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે  સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે
Advertisement
  • અરવિંદ કેજરીવાલ સાબર ડેરીના પશુપાલકો સાથે કરશે મુલાકાત
  • AAPના MLA ચૈતર વસાવાના પરિવાર સાથે પણ કરશે મુલાકાત
  • હાલ AAPના MLA ચૈતર વસાવા જેલમાં છે

Gujarat News: સાબર ડેરી વિવાદમાં AAP પણ ઝંપલાવશે. જેમાં અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના ગુજરાત પ્રવાસે આવશે તથા સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે. તેમજ 23 જુલાઈના પશુપાલકો સાથે કેજરીવાલ મુલાકાત કરી AAPના MLA ચૈતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે. હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે.

Advertisement

23મી તારીખે મોડાસામાં પશુ પાલકો અને ખેડૂતોની મહાપંચાયત કરશે

23મી તારીખે મોડાસામાં પશુ પાલકો અને ખેડૂતોની મહાપંચાયત કરશે. જેમાં પશુપાલકો પર કેસ કરવામાં આવ્યા છે, તે પરત લેવામાં આવે તથા જેમનું મોત થયું , તેની તપાસ કરવામાં આવે તેમજ જેમને ટીયર ગેસનો ઓર્ડર આપ્યો એમની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવે તથા 1 કરોડ સરકાર અને 1 કરોડ સાબર ડેરી મૃતકને સહાય આપે તેવી માંગ કરવામાં આવશે.

Advertisement

દેડીયાપાડામાં ચૈત્ર વસાવાના સમર્થનમાં સભા પણ કરશે

સાબર ડેરીમાં ભાવ વધારાના પશુપાલકોના આંદોલન મામલે હવે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ છે. અરવિંદ કેજરીવાલ પશુપાલકોના મુદ્દાને લઇ આગામી 23મી જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરશે. ઉપરાંત 24 જુલાઈ દેડીયાપાડામાં ચૈત્ર વસાવાના સમર્થનમાં સભા પણ કરશે.

આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે

આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સાબરકાંઠાની સાબર ડેરીમાં પશુપાલકોના આંદોલનમાં પશુપાલકો પર દમણ કરવામાં આવ્યું, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટ વાળા હતા જેના કારણે એક પશુપાલકનું મોત થયું. જેને રાજ્ય સરકાર અને સાબર ડેરી એમ બંને મળીને બે કરોડની આર્થિક સહાય આપવાની માંગ પણ કરી છે. પશુપાલકો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પણ પરત લેવામાં આવે અને બે દિવસમાં તેમની માંગ સંતોષવામાં આવે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે સહકારી ક્ષેત્રમાં જ્યારથી ભાજપ મેન્ડેટ સિસ્ટમ લાવ્યા ત્યારથી ડેરીનો નફો, ભાજપની સભામાં ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત ચૈતર વસાવા સામે ખોટા કેસ કરીને ભાજપ આદિવાસી સમાજના નેતાઓને દબાવતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

આ પણ વાંચો: Gujarat News: રિક્ષા બરોબર જગ્યાએ પાર્ક કરવાનું કહેતાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યુ

Tags :
Advertisement

.

×