ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયો 'GP–દ્રષ્ટી' પ્રોજેક્ટ, ડ્રોનના ઉપયોગથી રિસ્પોન્સ ટાઈમ ઘટશે

ગુજરાત પોલીસ દ્વારા ખાસ પ્રોજેક્ટ 'GP–દ્રષ્ટી' શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મારફતે ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનું આયોજન કરવામાં આવશે.
09:34 PM Apr 04, 2025 IST | Vishal Khamar
ગુજરાત પોલીસ દ્વારા ખાસ પ્રોજેક્ટ 'GP–દ્રષ્ટી' શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મારફતે ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનું આયોજન કરવામાં આવશે.
gujarat first gujarat police ganhinagar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ 'GP–દ્રષ્ટી' (ગુજરાત પોલીસ- ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઈન્ટરવેન્શન્સ) શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાજ્યમાં બનતી ઘટનામાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે.

PCR વાન કરતા પણ ઓછા સમયમાં ડ્રોન પહોંચશે

આ પ્રોજેકટ બાબતે વિગતવાર માહિતી આપતા ગુજરાત રાજ્યનાં ડીજીપી વિકાસ સહાયે જણઆવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ઘટના બને ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ડ્રોન બેઝ સ્ટેશનને સૂચના આપવામાં આવશે. તેમજ પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચશે. સમય ઘટાડવા માટે તેમજ ઝડપી કામગીરી માટે ગુજરાત પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50 ટકાથી પણ ઓછા સમયમાં કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે.

પ્રથમ તબક્કામાં આ પ્રોજેક્ટ ક્યાં શહેરમાં અમલી થશે

આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરવામાં આવશે. તેમજ હાલ 8 ડ્રોન છે. તેમજ બીજા 18 ડ્રોન આગામી સમયમાં ગુજરાત પોલીસને મળી જશે. પહેલા તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરના 33 પોલીસ સ્ટેશન ખાતે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajkumar Jat Case: રતનલાલ જાટે ન્યાય માટે કર્યો હુંકાર, હું જીવીશ ત્યાં સુધી મારા પુત્ર માટે લડતો રહીશ

6 દિવસની તાલીમ આપવામાં આવશે

આ પ્રોજેક્ટ માટે ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન પણ કરવામાં આવનાર છે. જે બાદ તાલીમ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરનાં 8 પોલીલ મથકોમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અને ત્યાર બાદ વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  Surat: દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી આચર્યું દુષ્કર્મ, જાણો શું હતો સમગ્ર મામલો

Tags :
Development Assistance DGPDrone footageGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliceGujarat Police AcademyGujarat Police ForceGujarat Police Project GP-DrishtiGujarat State DGP
Next Article