Gujarat Police એ નિવૃત્ત પોલીસ અધિકારીઓને રક્ષાબંધનના તહેવારમાં સરપ્રાઈઝ આપી
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને ફરજને સમર્પિત એવો રક્ષાબંધનનો તહેવાર (Raksha Bandhan 2025) દેશ અને વિદેશમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો. આ તહેવાર ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ વારસો છે. આ વર્ષે Gujarat Police એ રક્ષાબંધનના તહેવાર પર એક અનોખી પહેલ કરી છે. પોલીસ દળમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓએ નિવૃત્ત અધિકારીઓ તેમજ સિનિયર સિટિઝનના ઘરે જઈને રક્ષા બાંધી તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. Gujarat Police દ્વારા કરવામાં આવેલી આ પહેલને નિવૃત્ત સરકારી અધિકારીઓએ ખૂબ આવકારી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષથી નિવૃત્ત પોલીસ અધિકારી સહિતના તમામ કર્મચારી, સિનિયર સિટિઝન અને બાળ આશ્રમમાં મહિલા પોલીસ રક્ષાબંધનની ઊજવણી કરે છે.
Gujarat Police ના નિવૃત્ત અધિકારીઓએ શું કહ્યું ?
અમદાવાદ ખાતે રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીઓને શનિવારે રક્ષાબંધનના દિવસે એક સરપ્રાઈઝ મળી હતી. સિનિયર સિટિઝનની યાદીમાં સામેલ થઈ ગયેલાં પોલીસ અધિકારીઓ પૈકીના એક નિવૃત્ત ડીજીપી પૃથ્વીપાલ પાંડે્ય (P P Pandey) ના ઘરે મહિલા પોલીસ રક્ષા બાંધવા પહોંચી હતી. આ અંગે તેઓ જણાવે છે કે, સેટેલાઈટ અને મહિલા પોલીસ સ્ટેશનથી 4 મહિલા યુનિફોર્મમાં રાખડી બાંધવા આવ્યા હતા તે જાણીને ખૂબ ખુશી થઈ. મારા પરિવારજનોને પણ નવાઈની સાથે ખુશીનો અહેસાસ થયો છે. પોલીસ કમિશનરની આ પહેલ આવકારદાયક છે. નિવૃત્ત એડી. ડીજીપી કે. નિત્યાનંદમે (K Nityanandam) કહ્યું કે, મહિલા પોલીસ પ્રથમ વખત મને રાખડી બાંધવા આવી છે અને આ સરાહનીય પહેલ છે. નિવૃત્ત આઈજીપી એમ.ઓ.ખીમાણી (M O Khimani) કહે છે કે, સિનિયર સિટિઝનની દેખરેખ અને જરૂરી મદદ માટે ડીજીપી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને ખાસ સૂચના આપી છે. રક્ષાબંધન નિમિત્તે મહિલા પોલીસ સ્ટાફ પ્રથમ વખત ઘરે આવ્યો છે.
25 હજારથી વધુ સિનિયર સિટિઝનને રક્ષા બાંધી : DGP Vikas Sahay
Gujarat Police ના વડા વિકાસ સહાયનો માનવીય અભિગમ આવકારદાયક રહ્યો છે. રાજ્યમાં રહેતા નિવૃત્ત અધિકારી હોય કે સામાન્ય વ્યક્તિ એ તમામ સિનિયર સિટિઝનની સારસંભાળ રાખવાની જવાબદારી તેમણે સ્થાનિક પોલીસને સોંપી છે. Vikas Sahay નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023થી આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ વખતે રાજ્યભરની પોલીસને સિનિયર સિટિઝનના નિવાસસ્થાને જઈને રક્ષાબંધનની ઊજવણી કરવા શહેર-જિલ્લાના પોલીસ વડાઓને જાણ કરાઈ હતી.
આ પણ વાંચો - Ahmedabad: Civil hospital માં ઉજવાઇ યાદગાર રક્ષાબંધન,બિનવારસી દર્દીઓ સાથે પ્રેમ અને હુંફની ઉજવણી


