ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: 500 રૂપિયાની લાંચ લેનાર પોલીસકર્મીને 5 વર્ષની જેલ, 10 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો

વર્ષ 2014 નો 500 ની લાંચના કેસમાં10 વર્ષ બાદ ચુકાદો કોર્ટેએ પોલીસકર્મીને 5 વર્ષની જેલ એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ હતો Gujarat: મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વર્ષ 2014ના લાંચ કેસ(2014 bribery case)માં કોર્ટે આરોપી...
12:00 AM Sep 23, 2024 IST | Hiren Dave
વર્ષ 2014 નો 500 ની લાંચના કેસમાં10 વર્ષ બાદ ચુકાદો કોર્ટેએ પોલીસકર્મીને 5 વર્ષની જેલ એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ હતો Gujarat: મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વર્ષ 2014ના લાંચ કેસ(2014 bribery case)માં કોર્ટે આરોપી...

Gujarat: મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વર્ષ 2014ના લાંચ કેસ(2014 bribery case)માં કોર્ટે આરોપી પોલીસકર્મીને દોષિત માનીને 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. મોરબી જીલ્લાના માળીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર પાસપોર્ટ વેરીફીકેશન (passport verification)માટે લાંચ માંગવાનો આરોપ હતો અને એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આ જ કેસમાં સ્થાનિક કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે.

પોલીસકર્મીએ પાસપોર્ટ વેરિફિકેશન માટે 500 રૂપિયા માંગ્યા હતા.

મળતી માહિતી મુજબ વર્ષ 2014માં ફરિયાદી મનોજની ભાભી પૂજાને તેના પતિને મળવા નૈરોબી જવાનું થયું હતું. જેના માટે પાસપોર્ટ બનાવવાની પેપર પ્રોસેસ છે. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ વેરિફિકેશન પણ થાય છે, જેના માટે 17 માર્ચ 2014ના રોજ પૂજાને માળિયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. પૂજા પોલીસ સ્ટેશન પહોંચી અને કોન્સ્ટેબલ અમરતભાઈએ સહીઓ લીધી અને બાદમાં 500 રૂપિયા આપવાનું કહ્યું. પૂજાએ પૂછ્યું કે જો તમે બધી પ્રક્રિયા અને ફી ચૂકવી દીધી છે તો હવે પૈસા કેમ ભરો?

આ પણ  વાંચો -Banaskatha:વાવ વિધાનસભાની ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે:ગેનીબેન ઠાકોર

આ પછી બીજા દિવસે પોલીસકર્મીએ ફોન કરીને ફરી કહ્યું કે, તમારે પાસપોર્ટ જોઈતો હોય તો 500 રૂપિયા આપવા પડશે, નહીં તો પાસપોર્ટ બનશે નહીં. પરંતુ પૂજા લાંચની રકમ આપવા માંગતી ન હતી. આથી મનોજે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતા ACBની ટીમે છટકું ગોઠવી લાંચ લેતા પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી.

આ પણ  વાંચો -Surat: 250 કરોડની સંપત્તિ 37 કરોડમાં વેચાઈ', માંડવી સહકારી મંડળી પર શક્તિસિંહ ગોહિલનો આરોપ

કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી છે

આ કેસ સ્પેશિયલ જજ (ACB) અને પ્રિન્સિપલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો. આ દરમિયાન સરકારી વકીલ વિજય જાનીને કોર્ટમાં 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે માળિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમરત મકવાણાને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી અમરત મકવાણાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો અને તેને 5 વર્ષની સખત કેદ અને રૂ. 1,000નો દંડ ફટકાર્યો હતો.

Tags :
2014 bribery caseAnti-Corruption Bureau courtGujaratGujarat Newsimprisoned for bribery casepassport verificationretired constable
Next Article