Gujarat Politics : મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા ?
- Gujarat Politics ને લઈને સોથી મોટા સમાચાર
- મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં
- ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા
- બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનું અનુમાન
- આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે મુલાકાત
Gandhinagar : ગુજરાતની રાજનીતિને (Gujarat Politics) લઈને સોથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે. CM, DyCM, પ્રદેશ પ્રમુખ (Jagdish Vishwakarma) દિલ્હીમાં રાત્રિ રોકાણ કરશે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી (Delhi) હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અને જે.પી. નડ્ડાને મળશે એવી માહિતી છે.
આ પણ વાંચો - Shankarbhai Chaudhary : Gujarat first ન્યૂઝની મુલાકાતે વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
Gujarat Politics, CM, DyCM, પ્રદેશ પ્રમુખ દિલ્હીની મુલાકાતે
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. રાત્રિ રોકાણ કરી આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે એવી માહિતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને (J.P. Nadda) પણ ગુજરાતનાં ત્રણેય નેતાઓ મળશે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનાં પ્રાથમિક અનુમાન છે.
ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર!
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં
CM, DyCM, પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં કરશે રાત્રી રોકાણ
બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનું અનુમાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી દિલ્હીમાં
ભાજપના પ્રદેશ પ્રમુખ… pic.twitter.com/AKEmKZhWGR— Gujarat First (@GujaratFirst) December 13, 2025
આ પણ વાંચો - Vadtaldham માં મીમાંસા શાસ્ત્રના 'અર્થસંગ્રહ' ગુજરાતી પુસ્તકનું લોકાર્પણ
બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનું અનુમાન
માહિતી મુજબ, આજે બપોર બાદ ત્રણેય નેતાઓ દિલ્હીથી ગુજરાત પરત ફરી શકે છે. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર (General Secretary Ratnakar), RSS પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ (Tejas Patel) પણ દિલ્હીમાં હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતનાં CM, DyCM અને પ્રદેશ પ્રમુખની અચાનક દિલ્હી મુલાકાતનાં સમાચાર સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે અને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો - પશ્ચિમ રેલવે અમદાવાદની JC બેંકના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં પ્રચાર તેજ


