Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદથી 102 રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 64.16 ટકા વરસાદ સીઝનમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54.90 ટકા વરસાદ ઉત્તરમાં 65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.88 ટકા વરસાદ Gujarat Rain: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 61.32 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 64.16 ટકા...
gujarat rain  રાજ્યમાં ધોધમાર વરસાદથી 102 રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી
Advertisement
  • સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 64.16 ટકા વરસાદ
  • સીઝનમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54.90 ટકા વરસાદ
  • ઉત્તરમાં 65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.88 ટકા વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 61.32 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 64.16 ટકા વરસાદ થયો છે. તેમજ સીઝનમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54.90 ટકા વરસાદ થયો છે. ઉત્તરમાં 65 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.88 ટકા વરસાદ થયો છે. તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સીઝનનો સરેરાશ 62.49 ટકા વરસાદ થયો છે. સારા વરસાદથી રાજ્યના ડેમમાં નવા નીરની આવક થઇ છે.

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ 62.46 ટકા ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમ કુલ 62.46 ટકા ભરાયો છે. તથા વરસાદથી કુલ 206 જળાશયમાં 63.11 ટકા જળસંગ્રહ છે. ત્યારે રાજ્યના 49 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 191 ડેમ વોર્નિંગ લેવલ પર મુકવામાં આવ્યા છે. સ્થિતિને પહોંચી વળવા NDRFની 12 ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ SDRFની 20 ટીમ તૈનાત, 13 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. જેમાં માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે રાજ્યમાં કુલ 102 રોડ-રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ છોટાઉદેપુરમાં વરસાદના કારણે નેશનલ હાઈવે બંધ છે. તથા પંચાયત હસ્તકના કુલ 92 રસ્તા વરસાદના કારણે બંધ થયા છે.

Advertisement

Advertisement

સૌથી વધુ વલસાડમાં 23, નવસારીમાં 21 રસ્તાઓ બંધ

સૌથી વધુ વલસાડમાં 23, નવસારીમાં 21 રસ્તાઓ બંધ છે. તેમજ ખેડામાં 15,, અરવલ્લીમાં 5, અમરેલીમાં 5 રસ્તા બંધ છે. વરસાદના કારણે ST વિભાગના 5 રૂટ પર 35 ટ્રીપ રદ કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નડિયાદ અને મહેમદાવાદમાં 9 ઈંચ વરસાદ છે.

વસો અને મહુધામાં 6 ઈંચ, કઠલાલમાં 5 ઈંચ વરસાદ

વસો અને મહુધામાં 6 ઈંચ, કઠલાલમાં 5 ઈંચ વરસાદ તથા ખેડા તાલુકામાં પણ 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે કલેક્ટરનો આદેશ છે. તમામ શાળા-કોલેજ બંધ રાખવા કલેક્ટરની સૂચના છે. ભારે વરસાદની આગાહીના કારણે આદેશ આપવામાં આવ્યો છે. નડિયાદમાં વરસાદના કારણે 4 ગરનાળા બંધ થયા છે. ખેડામાં વરસાદના કારણે કેટલાક રસ્તા બંધ થયા છે. મહુધાના 6, ખેડાના 5 રસ્તા બંધ કરાયા છે. તથા મહેમદાવાદના 3, ઠાસરાના 2 રસ્તા બંધ તેમજ કપડવંજ, કઠલાલ અને ગળતેશ્વરનો 1 રસ્તો બંધ છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Tags :
Advertisement

.

×