ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ, જાણો ક્યા ખાબક્યો મેઘ

વ્યારા, સોનગઢ, વાલોડ સહિત વિસ્તારોમાં માવઠુ જેમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો
09:27 AM May 23, 2025 IST | SANJAY
વ્યારા, સોનગઢ, વાલોડ સહિત વિસ્તારોમાં માવઠુ જેમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો

Gujarat Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે વરસાદ ખાબકવાની શક્યતા છે. જેમાં ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી, દમણ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ત્યારે નર્મદા રાજપીપળા ખાતે મોડી રાત્રે એક વાગે વાવાઝોડું ફૂંકાયુ છે તથા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધૂળની ડમરીઓ અને પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડામાં નળીયા છાપરા પતરા ઉડ્યા છે.

ઈલેક્ટ્રીક થાંભલાને પણ નુકસાન થયુ

ઈલેક્ટ્રીક થાંભલાને પણ નુકસાન થયુ છે. તેમજ વરસાદથી બચવા ગાયોનું ટોળાએ વરસાદમાં રેલિંગ કૂદીને નાસભાગ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ રાજપીપલમાં કમોસમી વરસાદથી કેરી અને કેળના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તથા મોડી રાત્રે વાવાઝોડું થતા વીજળીડૂલ થતા રાજપીપળામાં અંધારપટ છવાયું હતુ. તેમજ ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેમાં સિટી એરીયા અને પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તાપીમાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે.

વ્યારા, સોનગઢ, વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ આવ્યો

વ્યારા, સોનગઢ, વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. જેમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે તથા માવઠાને કારણે ખેડૂતોને ઉભા પાકને નુકસાન થવાનો ભય છે. ત્યારે વડોદરાના ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વાવાઝુડું આવ્યું છે. વીજળીના કડાકા સાથે ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તથા અસહ્ય બફારાથી નગરજનોને રાહત મળી છે.

આ પણ વાંચો: Salary Hike : 'પગાર વધી રહ્યો નથી... નોકરી છોડી દેવાનું મન થાય છે', શું તમને પણ એવું જ લાગે છે? આ છે 4 વિકલ્પો

 

Tags :
AhmedabadGujarat FirstGujarat Gujarat Newsgujarat rainGujarati NewsGujarati Top Newsheavy rainMeteorological DepartmentTop Gujarati News
Next Article