Gujarat Rain: મહારાષ્ટ્ર બાદ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ
- Gujarat Rain: રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે
- જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ પડ્યો
- વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાહાકાર મચ્યો
Gujarat Rain: મહારાષ્ટ્ર બાદ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. તેમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ પડ્યો છે. કેશોદ, વંથલીમાં 10 અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ, પોરબંદરમાં 9 ઈંચ, મહુવામાં 5 ઈંચ ખાબક્યો છે. દક્ષિણમાં પણ નવસારીના ગણદેવીમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. ચીખલીમાં 7 ઈંચ, કપરાડામાં 6 ઈંચ વરસાદથી હાલાકી થઇ છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાહાકાર મચ્યો
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાહાકાર મચ્યો છે. જેમાં કપરાડા ખાતે ભારે વરસાદથી કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અરનાલા પાટીનો કોઝવે ડૂબતા 6 ગામનો સંપર્ક તૂટ્યો છે. કપરાડાના કરચોંડ પાસે મરું નદીમાં પૂરની સ્થિતિ છે. ઉમરગામના ભીલાડ અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કરજ ગામે વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાં જવા મજબૂર છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ બે ભાગમાં વહેચાયું છે. રૂપેણ નદીમાં પૂર આવતા ખત્રીવાડ ગામ પાણી પાણી થયુ છે. શિંગોડા ડેમના બે દરવાજા ખોલાતા નદીમાં પૂર આવ્યું છે.
હે ભગવાન આવામાં ગરીબ માણસ કરે શું?
રાજ્યમાં ચોમાસું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું,
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું#Gujarat #Monsoon #Rainfall #HeavyRain #Weather #Forecast #GujaratFirst pic.twitter.com/dZk0rAvLUg— Gujarat First (@GujaratFirst) August 20, 2025
Gujarat Rain: હિરણ, કપિલા, સરસ્વતી નદીના સંગમ સ્થળે પાણી ભરાયા
હિરણ, કપિલા, સરસ્વતી નદીના સંગમ સ્થળે પાણી ભરાયા છે. ગીર સોમનાથમાં મુરલીધર નામની બોટની જળસમાધિ થઇ છે. 5 ખલાસીઓનો આબાદ બચાવ, જ્યારે 4 લોકો લાપતા થયા છે. મેઘરાજાએ પોરબંદર જિલ્લામાં બઘડાટી બોલાવી છે. ભારે વરસાદ પગલે શહેરનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. તેમજ પોરબંદર શહેરમાં 120 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાણાવાવ પાસે ભોરાસર સીમ શાળામાં 46 બાળકોનું રેસ્ક્યૂ થયુ છે. પોરબંદર-ખંભાળિયા હાઇવે પર વાહનચાલકો અટવાયા છે. લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાતા વ્યાપક નુકસાન થયુ છે. પોરબંદરની મોટાભાગની સોસાયટી પાણીમાં ગરકાવ થઇ છે.
કેશોદના મધરવાડા ગામે 10થી 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે. તેમજ બામણાસા ગામે ખેડૂતના મકાનો તણાયા છે. ઓઝત નદીનો પાળો તૂટતા ભારે તારાજી થઇ છે. તથા માણાવદરમાં પણ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગિરનાર પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે. વંથલી પાસે વાડી વિસ્તારમાં 6 લોકોનું રેસ્ક્યૂ થયુ છે. કેશોદના મધરવાડા ગામે 10થી 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: AI News: એન્જિનિયરે AI સાથે એક મહિનાનું કામ 3 કલાકમાં પૂર્ણ કર્યું, આ ટૂલનો ઉપયોગ કર્યો


