Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ
- Gujarat Rain: મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર સાધ્યું નિશાન
- વાવ, થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા: જગદીશ વિશ્વકર્મા
- ત્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે
Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ સામે આવ્યું છે. જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર નિશાન સાધ્યું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે વાવ, થરાદ સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા છે. ત્યારે ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે. સાંસદ ગેનીબેન ઠાકોરને મતદારોએ જીતાડ્યા છે. તથા પોતાના જ વિસ્તારમાં ગેનીબેન ઠાકોર હજુ દેખાયા નથી. છેલ્લા 6 દિવસથી સરકાર અને તંત્ર મદદ કરી રહ્યું છે.
મેઘરાજાનું તાંડવ, 7 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર
બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠામાં 7 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ધોધમાર વરસાદને પગલે સ્થાનિકોને અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા વિસ્તાર બેટમાં ફેરવાયો હતો અને હાઇવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, રાજસ્થાનથી અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ધોધમાર વરસાદને પગલે સ્થાનિકોને અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે.
Gujarat Rain: સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોને તકલીફ પડી રહી છે
ભારે વરસાદના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોને તકલીફ પડી રહી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસામાં આ જ રીતે પાણી ભરાય છે. વિસ્તારો જળબંબાકાર થતા વાહનો પાણીમાં ડૂબવા લાગ્યા છે. બનાસકાંઠાના થરાદામાં પણ વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં અને રસ્તાઓ પર પાણી ભરાયા છે, બસ સ્ટેન્ડ, એસટી વર્કશોપ પાસે પાણી ભરાયા છે. રોજિંદા કામોને લઈને લોકો કેડસમા પાણીથી પસાર થવા મજબૂર થયા છે.
ખેતરોમાં બેટ ફેરવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો
ધોધમાર વરસાદથી શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં બેટ ફેરવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠાના થરાદામાં પણ વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. તથા બસ સ્ટેન્ડ, એસટી વર્કશોપ પાસે પાણી ભરાયા છે. થરાદના નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Aravalli: બાયડના આંબલિયારા નજીક ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું મોત


