Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સર્જાતા એલર્ટ, આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી

Gujarat Rain: ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ
gujarat rain  વરસાદી સિસ્ટમ સર્જાતા એલર્ટ  આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી
Advertisement
  • Gujarat Rain: 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે
  • ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે સિસ્ટમ
  • વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain: પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સર્જાતા વરસાદનું એલર્ટ છે. જેમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ છે. તેમજ રાધનપુરથી 70 કિમી, ભુજથી 270 કિમી દૂર સ્થિત છે.

રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના સુઈગામમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ અને દેહગામમાં 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ તથા વાવ, ખેરગામ, ડોલવણ, ઉમરગામમાં 3 ઇંચ વરસાદ તથા વાઘાઈ, કપરાડા, દાંતા, પારડીમાં 2.5 ઇંચ વરસાદ છે.

Advertisement

Advertisement

Gujarat Rain: 11 જેટલા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થયુ

વાપી, થાનગઢ, કુકરમુંડા, મોરબીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં 11 જેટલા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થયુ છે. રાજ્યના બાકીના તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ત્યારે હાલ વરસાદની આગાહી 6 જિલ્લા માટે ભારે છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબીમાં રેડ એલર્ટ જાહેર છે.

વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ

વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ તથા મધ્ય ગુજરાત, નર્મદા, ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં 41થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત રાજ્ય પર મેઘરાજા ઓળઘોળ થયા

ગુજરાત રાજ્ય પર મેઘરાજા ઓળઘોળ થયા છે. જેમાં રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા વરસાદ તથા પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાત રીજીયનમાં 106.50 ટકા વરસાદ થયો છે. તેમજ સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ, વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ

Tags :
Advertisement

.

×