Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: શક્તિ વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજથી...
gujarat rain  શક્તિ વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Advertisement
  • Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે
  • 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે
  • શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તેમાં 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. તથા શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. તેમજ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. તથા વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમિની ઝડપે પવન ફૂંકાઈ શકે

સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિમિની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેમાં બે દિવસ દરિયો રફ રહેશે. તેમજ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. તેમજ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.

Advertisement

Gujarat Rain: બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા

બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. તેમજ બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે.

Advertisement

મગફળીના પાકમાં 'પડ્યા પર પાટુ' જેવી પરિસ્થિતિ

આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકમાં 'પડ્યા પર પાટુ' જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.

આ પણ વાંચો: Cyclone Shakti: ગુજરાત પરથી ટળ્યું શક્તિ વાવાઝોડાનું સંકટ, ડિપ્રેશનમાં ફેરવાઇ જવાની શક્યતા

Tags :
Advertisement

.

×